Crime

જામનગર સાયબર ક્રાઇમ દ્વારા ફેક આઈડી બનાવી યુવતીઓને ફસાવતા વૃદ્ધની ધરપકડ

જામનગર: ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇડી બનાવી યુવતીઓને બ્લેકમેલ કરતો 63 વર્ષનો વૃદ્ધ પોલીસના સકંજામાં! મિત્રતા કેળવી ન્યુડ ફોટો અને વિડીયો બનાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો, મોબાઈલના લોકેશન આધારે કરાઈ ધરપકડ

:આજના યુગમાં ઈન્ટરનેટના ઘણા ફાયદા છે તો એટલા નુકશાન પણ છે. તમારે આ માધ્યમનો કઈ રીતે ઉપયોગ કરવો છે એ તમારી માનસિકતા ઉપર જાય છે. અવારનવાર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, અને અન્ય એપ્લિકેશનનો દુરપયોગ થઈ રહ્યો છે.

જેમાં ખોટી ફેક આઇડી બનાવી લોકો ભોળી અને માસુમ દીકરીઓને ફસાવી તેમના ફોટા અને વિડીયો મંગાવી લઈ ત્યારબાદ જબરદસ્તી તેમની સાથે મિત્રતા કેળવવા અને શારીરિક સબંધો બાંધવા મજબુર કરતાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં ઘણા કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાય છે, તો કેટલાય કિસ્સામાં 17 થી 25 વર્ષની યુવતીયો સમાજમાં અને પરિવારમાં બદનામી ના ડરથી ફરિયાદ કરવાનું ટાળતી હોય તેવા કિસ્સાઓ પણ સાંભળવા મળ્યા છે. આટલા અનેક બનાવો બનવા છતાં આજની નવી પેઢી સીખ લેવાના બદલે ઉલ્ટાનું વધારે શિકાર બનતી નજરે પડી રહી છે. જે ખુબજ ચિંતાનો વિષય બનતું જઈ રહ્યું છે.

જો વાત કરીયે ગુજરાત રાજ્યના જામનગર શહેરની તો અહીંયા પણ એક એવા શાતીર અને ભેજાબાજ વ્યક્તિએ કઈ આવાજ એક કારનામાને અંજામ આપ્યો હતો. જેમાં એક 63 વર્ષીય વૃદ્વધે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇડી બનાવીને કેટલીક કોલેજીયન યુવતીઓ અને નાની ઉંમરની છોકરીઓની આઇડી શોધી કાઢીને તેમની સાથે મિત્રતા કરી હતી.

આ યુવતીઓને સપનામાંય ખ્યાલ ન હતો કે તેઓ જે વ્યક્તિ સાથે વાત કરી પ્રેમ જાળમાં ફસાયા છે તેની આઇડી ફેક છે. તે કોઈ યુવાન નહિ પણ એક વૃદ્ધ ભેજાબાજ વ્યક્તિ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર બોગસ આઇડી ઉપર વિસ્વાસમાં લઈ તેના અંગત ફોટા અને ન્યુડ વિડીયો મંગાવી તેમને બ્લેકમેલ કરવાની જયારે ખબર પડી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અને ત્યારબાદ એક યુવતીએ જામનગર સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદમાં યુવક અંગત ફોટા વાયરલ કરી મિત્રતા કરવાની ધમકી આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.


ત્યારબાદ યુવતીની ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખી સાયબર ક્રાઈમ ના મહિલા પોલીસ કોન્સ્ટેબલ પૂજા ધોળકિયાએ સોશ્યલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પાસેથી આરોપીની આઇડીના આધારે માહિતી મંગાવી ISP તથા IPDR નું ટેક્નિકલ એનાલિસિસ કર્યું હતું. ત્યારબાદ બ્લેકમેલ કરનાર વ્યક્તિનું મોબાઈલ નંબર શોધી કાઢીને તેમનો નંબર ટ્રેસ કરી આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો.

હાલ આ સમગ્ર મામલે જામનગર એસપી પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શનમાં આ ગંભીર મુદ્દે સાયબર ક્રાઇમના પીઆઈ પી. પી. ઝા અને પીએસઆઈ એ. આર. રાવલની સૂચનાના આધારે સમગ્ર કેસમાં ખુબજ સારી રીતે એનાલિસિસ કરી આરોપી રસિકલાલ નારણભાઈ વડાલીયા ઉંમર 63 ને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી હતી.

આરોપી રસિકલાલ નારણભાઈ વડાલીયાની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇડી બનાવી જામ જોધપુર અને કાલાવડ તાલુકાની છોકરીઓની આઇડી શોધી તેમને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતો હતો. અને ત્યારબાદ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી છોકરીઓના અશ્લીલ ફોટા અને ન્યુડ વિડિઓ મંગાવી પોતાના મોબાઈલમાં સેવ કરીને રાખતો હતો.

જો કોઈ છોકરીઓ તેની સાથે મિત્રતા રાખવાની કે તેની વાત માનવાનો ઈન્કાર કરતી એવી છોકરીઓના અંગત ફોટા કે વિડીયો તેમના પરિવારજનોને મોકલી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો. હાલ જામનગર સાયબર ક્રાઈમ પોલીસે આરોપી સામે બ્લેકમેલ અને છેતરપિંડી અને અન્ય બીજી કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *