જામનગર, સંજીવ રાજપૂત: જામનગર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ ગેરકાયદેસર દારૂના જથ્થાનો નાશ કરાયો
જામનગરમા પોલીસ દ્વારા જપ્ત કરાયેલ દારુના જથ્થાનો નાશ કરવામા આવ્યો હતો. પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે આયાત થયેલ અને પકડી પાડવામાં આવેલ દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હતો અને તેના પર બુલડોઝર ફેરવી નખાયું હતું.
જામનગરના સિવિલ એરપોર્ટ પાસે સી.આઈ.એસ.એફ. કમ્પાઉન્ડની દીવાલ પાસે આવેલ સરકારી ખરાબાની ખુલ્લી જગ્યામાં આ દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. 2021થી અલગ-અલગ પોલીસ મથક દ્વારા જપ્ત કરાયેલ દારુના જથ્થાને એક સાથે નાશ કરાયો હતો જેમાં કુલ 12698 બોટલ પર બુલડોઝર ફરી વળ્યુ હતું.
અંદાજીત કુલ ૪૬,૬૨,૪૭૮ ની કિંમત ના દારૂ બિયર ના જથ્થાનો સંપૂર્ણપણે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. જેની માહિતી જયવીર સિંહ ઝાલા, ડીવાયએસપી જામનગર દ્વારા આપવામાં આવી હતી.