યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં માતાજીની આરાધના કરવાની બદલે જુગાર રમવાની ફેશન હાલમાં અંબાજીમાં ધમધોકાર ચાલી રહી છે અને આના માટે હોટલના સંચાલકોને ઊંચું ભાડું પણ મળી રહ્યું છે
આવી જ ઘટના શક્તિપીઠ અંબાજી મા સામે આવી છે અંબાજીની ભવાની હોટલમાં અવારનવાર જુગાર રમતા હોવાની ચર્ચા ચાલતી હતી ત્યારે અંબાજી પોલીસે પહોંચી રેડ કરીને આવા જુગાર ધામને ખુલ્લું કર્યું છે..
છેલ્લા કેટલાય સમયથી અંબાજી ખાતે બહારથી આવતા ભક્તો જે દર્શન કરવા આવતા નથી પણ હોટલમાં રૂમ બુક કરાવીને યાત્રિક તરીકે રૂમ બુક કરાવે છે અને ત્યારબાદ રૂમમાં જુગાર તીન પત્તીનો ખેલ રમતા હોય છે અંબાજી પોલીસે આવો જ પરદા પાછા ચાલતા ખેલનો પડદાફાશ કર્યો.
અંબાજીની ભવાની હોટલમાં મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના 10 જેટલા ભક્તો બનીને આવેલા જુગારીઓ પકડાયા. 65000 રૂપિયાનો મુદ્દા માલ મોબાઈલ સહિત ઝડપ્યો. તમામ આરોપીઓ પોલીસમાં મથકે લાવ્યા .
@@અંબાજી ભવાની હોટલમાં જુગાર ચાલતો હતો@@
અંબાજી ની ભવાની હોટલમાં જુગાર ચાલતો હતો. અવારનવાર આ હોટલમાં જુગાર જુગારીઓ રમતા હોવાની ચર્ચાઓ જોરશોર થી ચાલતી હતી જે આજે અંબાજી પોલીસે રેડ કરીને ચર્ચાને સત્ય સાબિત કરી છે.
રિપોર્ટર અમિત પટેલ અંબાજી