Breaking NewsCrime

કામરેજ હાઇવે પર થી એમ્બ્યુલન્સ માંથી ડુપ્લીકેટ કરન્સી મળવાનો મામલો સામે આવ્યો

સુરત ગ્રામ્ય કામરેજ પોલિસે બે દિવસ અગાઉ પોલપારડી ખાતે પોલપારડી ખાતે બનાવટી 25.80 કરોડની ચલણી નોટ સાથે પકડાયેલા એક ઈસમ ધરપકડ બાદ કામરેજ પોલીસે છ ઈસમ સામે ગુનો દાખલ કર્યો છે.

કામરેજ પોલીસને બે દિવસ અગાઉ કામરેજ તાલુકાના નવીપારડી ગામની હદમાં શિવશકિત હોટલની સામે દિકરી  એજયુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી મૂળ જામનગરના કાલાવડના વડાણા અને હાલ રાજકોટના મહુડી વિસ્તારમાં ન્યૂ ગાંધી સોસાયટીમાં રહેતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર હિતેશ પરષોતમને અટકાયતમાં લીધો હતો. એમ્બ્યુલન્સમાં તપાસ કરતાં તેમાંથી પતરાની છ પેટીમાંથી 2000 રૂપિયાની 25 કરોડ 80 લાખની બનાવટી ચલણી નોટ મળી આવી હતી. જે અંગે કામરેજ પોલીસે 41(1) ડી કરી તપાસ ચાલુ કરી હતી.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

કામરેજ પોલીસ ગત ૨૯ સપ્ટેમ્બરના રોજ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અંગત બાતમી મળી હતી. બાતમી હકીકત જાણી હતી કે કેટલાક ઇસમોની ટોળકી આશરે ૧૦૦ કરોડ જેટલી બનાવટી ચલણી ડુબલીકેટ નોટો પોતાની પાસે રાખી બજારમાં વટાવવાની ફીરાકમાં છે.

 આ બનાવટી ચલણી નોટોનો ઉપયોગ કરી છેતરપીંડી કરી રહેલ છે તે પૈકીનો એક ઇસમ ક્રીમ ચાર રસ્તા તરફથી એક એમ્બ્યુલન્સ નંબર GJ-U-8912 જેના ઉપર દિકરી એજ્યુકેશન ટ્રસ્ટ મોટાવડાલા-સુરત લખેલ છે અને આ એમ્બ્યુલન્સમાં બનાવટી ચલણી નોટો લઇને કામરેજ ચાર રસ્તાથી સુરત શહેર તરફ વટાવવા જવાનો છે 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ મુબઇ હાઇવે ઉપર આવેલ શીવ શક્તિ હોટલની સામે નવી પારડી કટ પાસે નાકાબંધી કરી આ એમ્બુલન્સને રોકી તપાસ કરતા એમ્બુલન્સના પાછળના ભાગે છ પતરાની પેટી કિંમત રૂપિયા ૧૨,૦૦૦ પતરાની છ પેટીમાં ૨૦૦૦ના દરની  શંકાસ્પદ બનાવટી ચલણી નોટો મળી આવેલ જે નોટો કુલ રૂપિયા ૨૫.૮૦ કરોડ ,એમ્બ્યુલન્સની કિ.રૂ ૫ લાખ,ચાર મોબાઇલ ફોન -૨૦ હજાર, એક લેપટોપ કિ.રૂ ૨૦ હજાર મળી.

કુલ્લે કિંમત રૂપિયા ૫,૫૨,૦૦૦નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.આ ગુનાના આરોપીની અટક કરી અને ઉપરોક્ત મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી હતી.

કામરેજ પોલપારડી ખાતે બનાવટી 25.80 કરોડની ચલણી નોટ સાથે પકડાયેલા એક ઈસમ ધરપકડ બાદ કામરેજ પોલીસે છ ઈસમ સામે ગુનો દાખલ કર્યો છે. કામરેજ પોલીસને બે દિવસ અગાઉ કામરેજ તાલુકાના નવીપારડી ગામની હદમાં શિવશકિત હોટલની સામે દિકરી એજયુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી મૂળ જામનગરના કાલાવડના વડાણા અને હાલ રાજકોટના મહુડી વિસ્તારમાં ન્યૂ ગાંધી સોસાયટીમાં રહેતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર હિતેશ પરષોતમને અટકાયત કરી પૂછપરછ કરતાં જણ્યું હતું કે સુરત ખાતે મંગાવવામાં આવી હતી.આ પ્રકરણમાં પોલીસે 40 વર્ષીય દિનેશ લાલજી પોશીયા વિપુલ હરીશભાઈ પટેલની ધરપકડ કરી હતી.

પૂછપરછ દરમિયાન તેમણે કબૂલાત કરી હતી કે, દિનેશ પોશિયાએ મૂળ રાજસ્થાનના અને હાલ મુંબઈ ખાતે રહેતા વી.આર લોજિસ્ટિકના માલિક વિકાસ જૈન અને પ્રવિણ જૈન પાસેથી આશરે પાંચ માસ અગાઉ મેળવી હતી.

બજારમાં અસલી ચલણી નોટો તરીકે વટાવવા તેમજ છેતરપીંડી કરવાના ઈરાદે નકલી નોટો સુરત ખાતે મંગાવવામાં આવી હતી. ત્યાર બાદ પતરાની પેટીઓમાં ભરી હિતેશ કોટડીયા એમ્બ્યુલન્સમાં છુપાવી પોતાના વતનમાં લઈ જઈ વાડામાં ઘાસની નીચે છુપાવી હતી. જેમાંથી કેટલીક બનાવટી ચલણી નોટો આણંદના વિપુલ પટેલને વટાવવા માટે આપી હતી.25.80 કરોડની બનાવટી સુરત ખાતે વટાવવા માટે લઈને આવતા પકડાઈ ગયા હતા.

પોલીસે હિતેશના વતનમાં છુપાવેલી 52 કરોડ 74 લાખ 4 હજારની નોટો મળી આવી હતી. જ્યારે હિતેશ પકડાઈ ગયો હોવાની ગંધ દિનેશ પોશીયાને આવતાં વિપુલ પટેલને આણંદ જાણ કરતા વિપુલ પટેલએ આકલાવ મહિસાગર નદીના પુલ પરથી વિમલના થેલામાં બનાવટી ચલણી નોટો ફેંકી દીધી હોવાનુ જણાવ્યું હતું.

ડુપ્લીકેટ નોટ સાથે પોલીસે જામનગર જિલ્લાના કાલાવાડના વડાલા વિસ્તારના હિતેશભાઈ પુરુષોત્તમ કોટડિયાને ઝડપી લીધો છે. જોકે પૂછપરછમાં આ નોટનો ઉપયોગ વેબસિરીઝના શૂટિંગમાં કરવાનો હોવાનું જણાવી રહ્યા છે. કામરેજ પોલીસે સ્ટીલની પેટીમાં લઈ જવાતી તમામ નોટો તેમજ એમ્બ્યુલન્સ અને લેપટોપ મળી કુલ 5.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી હતી.

કામરેજ હાઇવે પર થી એમ્બ્યુલન્સ માંથી ડુપ્લીકેટ કરન્સી મળવાનો મામલો.

રેન્જ આઈ.જી દ્વારા પ્રેસ કોનફરન્સ કરી ને કરાયો મોટો ખુલાસો.

હિતેશ કોટળીયા, દિનેશ પોશિયા અને વિપુલ પટેલ ની ધરપકડ.

દિનેશ સુરતનો રહેવાસી જયારે વિપુલ આણંદ ખાતે રહેતો હતો.

વધુ નકલી નોટ જામનગરમાં હોવાની પોલીસને માહિતી હતી.

52.74 કરોડની નકલી નોટ જામનગરથી અને 11.44 કરોડની નોટ આણંદ થી પકડવામાં આવી.

કુલ 89.98 કરોડની નકલી નોટો મળી આવી છે.

લોકો સાથે ચીટિંગ કરવા માટે આ નોટ વાપરતા હતાં.

પોતે ટ્રસ્ટ બનાવી ને અલગ અલગ કંપની માં રોકડા આપી ચીટિંગ કરે છે.

ટ્રસ્ટમાં ડોનેશન આપવાના ના નામે પણ આ લોકો ચિટિંગ કરતા હતા.

જે તે વ્યક્તિ પાસે RTGS મારફત ટ્રાન્સફર લેતા હતા.

મુંબઇના મલાડ નો વિકાસ જૈન મુખ્ય સાગરીત છે.

તેની સાથે દીનાનાથ યાદવની મુંબઈથી ધરપકડ કરાઈ છે.

પોલીસે નકલી નોટો બાબતે SBIના અધિકૃત વ્યક્તિ પાસે રિપોર્ટ મેળવેલ હતો.

FSL ની પણ મદદ આ બાબતે લેવાઈ હતી.

મુંબઇ થી આ નોટ ગુજરાત ટ્રાવેલ્સ મારફતે સુરત મોકલાઈ હતી.

સુરતથી હિતેશ દ્વારા એમ્બ્યુલન્સ મારફતે પેહલા જામનગરના મોટા વડાલા ખાતે લઈ ગયેલ.

જેમાંથી ચાર બોક્સ આણંદ. ખાતે મોકલેલ.

અગાઉ રાજકોટના રવિ સાથે 2 કરોડ આપવાની વાત કરી 1.7 કરોડ ચીટિંગ કરી ને લીધા હતા.

1.7 કરોડ રૂપિયા વિકાસ જૈન ને આંગડિયા મારફત મોકલવામાં આવ્યા હતા.

વિકાસ જૈન દ્વારા સુરત માં અને રાજકોટમાં ઓફિસ ખોલવામાં આવી હતી.

રોકડા રૂપિયા બતાવીને ટ્રસ્ટ સંચાલકો સાથે છેતરપીંડી કરતા હતા.

ટ્રસ્ટમાં રોકડા રૂપિયાનું દાન કરી ને RTGS માંગતા હતા.

હિતેશ અને દિનેશ છેલ્લા 6 મહિનાથી આ કામ કરે છે.

મુંબઇ માં પકડાયેલ બંને આરોપીઓ ને સુરત લાવવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 372

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *