Crime

ભાવનગર શહેરનાં વેપારી પાસે દોઢ કરોડ રૂપિયાની ખંડણી માંગવાનાં કેસમાં ગણતરીનાં કલાકોમાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

ભાવનગર, રૂપાણી સર્કલ વિસ્તારમાં રહેતાં અને વાધાવાડી રોડ ઉપર આવેલ D & I એકસલસ નામની બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતાં જતીનભાઇ કનુભાઇ શાહની ઓફિસમાં ગઇ તા.૧૯/૦૪/૨૦૨૩નાં રોજ કોઇએ કવરમાં પત્ર મારફત ૧,૯૦,૦૦૦ USD ( રૂ.૧.૫ કરોડ ) ની માંગણી કરી કાગળને મામુલી ન સમજવા માટે ગર્ભિત ધમકી આપેલ.જે અંગે જતીનભાઇએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગઇકાલ તા.૨૫/૦૪/૨૦૨૩નાં રોજ ફરિયાદ દાખલ કરાવતાં નિલમબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૩૦૨૦૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૮૪,૫૦૭ મુજબનો ગુન્હો દાખલ થયેલ.

આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા, પી.આર. સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ ઇસમોને તાત્કાલિક શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો આરોપીઓની ટેકનીકલ તથા હ્યુમન સોર્સથી તપાસમાં હતાં.તે દરમ્યાન રૂટ ઉપરનાં અંદાજે પચાસેક જેટલાં જાહેર તથા ખાનગી સી.સી.ટી.વી. કેમેરાનાં ફુટેજ ચેક કરેલ. તે દરમ્યાન હ્યુમન સોર્સથી મળેલ માહિતી આધારે ફરિયાદી શ્રીની ઓફિસમાં પત્ર મુકવા આવેલ ઇસમની તપાસ કરતાં આ માણસ અગાઉ લુંટનાં ગુન્હામાં પકડાયેલ ભગવાન ઉર્ફે ભાવેશ ઉર્ફે ભગો હોવાનું જણાય આવેલ.

જેથી તેની તપાસ કરતાં આ ભગવાન ઉર્ફે ભાવેશ ઉર્ફે ભગો કુરજીભાઇ ચાવડા રહે.પ્લોટ નંબર-૪૨,ભાગ્યોદય સોસાયટી, તળાજા જકાતનાકા, ભાવનગર*વાળો તેનાં રહેણાંક વિસ્તારમાંથી હાજર મળી આવેલ.તેને એલ.સી.બી. ઓફિસ લાવી પુછપરછ કરતાં તેણે ઉપરોકત ગુન્હાની કબુલાત કરેલ.જેથી તેને આગળની કાર્યવાહી થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવા તજવીજ કરવામાં આવેલ.

આમ, ભાવનગર શહેરમાં વેપારી પાસેથી રૂ.દોઢ કરોડ જેવી મોટી રકમની ખંડણી માંગવાનાં ગુન્હાનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડતાં વેપારી આલમમાં હર્ષની લાગણી પ્રસરી ગયેલ હતી.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, સંજયભાઇ ચુડાસમા, હરપાલસિંહ ગોહિલ, નેત્રમ કંટ્રોલ રૂમ ટીમ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *