પોલીસે 16 ગેસની બોટલો સાથે એક ઇસમને ઝડપ્યો
અંકલેશ્વરના પાનોલી ગામમાં LCB પોલીસે જુમ્મા મસ્જીદ શોપીંગમાં આવેલી રાધે ક્રિષ્ના અનાજ કરીયાણા દુકાનમાંથી ડોમેસ્ટીક ગેસની બોટલમાંથી ગેસ રિફલીંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક ઈસમ સાથે કુલ રૂ.18 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી બોટલમાં વાલ્વ લગાડી પાઇપ વડે નાની બોટલમાં ગેસ રિફલીંગ કરતો ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર તાલુકાના પાનોલી પોલીસ મથકમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ટીમને માહિતી મળી હતી કે, પાનોલી ગામમાં રેલવે સ્ટેશન પાસે આવેલા રાધે કિષ્ના અનાજ કરીયાણા દુકાનમાં ગેસની મોટી બોટલમાંથી ગેસની નાની બોટલમાં ગેસ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી વેચાણ કરાય છે.
આ માહિતીના આધારે પોલીસે તપાસ કરતા સ્થળ પરથી એક વ્યક્તિ નામે દિનેશ ગીરજા પ્રસાદ યાદવ ઘરવપરાશની ડોમેસ્ટીક ગેસની મોટી બોટલમાં વાલ્વ લગાડી પાઇપ વડે નાની બોટલમાં કોઇપણ પરવાના વગર ગેસ રિફલીંગ કરતો LCB ટીમના હાથે ઝડપાઈ ગયો હતો.
પોલીસે કુલ 18 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો LCB પોલીસે તેની પાસેથી નાની ગેસની બોટલ નંગ 11 કિં.રૂ. 5500, ગેસ ભરેલી મોટી બોટલ નંગ 04 કિં.રૂ.10 હજાર, નાની ગેસની ભરેલી બોટલ નંગ 01 કિં.રૂ.500, મોટી ગેસની ભરેલી બોટલ નંગ 01 કિં રૂ.2000, વજન કાંટા નંગ 01 કિં.રૂ.500 અને પાઇન નંગ 01 કિં.રૂ. 200 મળીને કુલ રૂ.18,700નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.