પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૨૯/૧૦/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર, હાદાનગર,મુખ્યમંત્રી આવાસ યોજના સી વીંગ નીચે પાર્કીંગમાં જાહેરમાં લાઇટના અંજવાળે અમુક માણસો ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો જુગાર રમે છે.જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો હાથકાંપનો જુગાર રમતાં નીચે મુજબનાં ઇસમો પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
આરોપીઓ:-
1. અજય મનસુખભાઇ મકવાણા ઉ.વ.૩૦ રહે.પ્લોટ નંબર-૨૫૧૨, શિક્ષક સોસાયટી, ભરતનગર, ભાવનગર
2. લાલજી દિલીપભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે.પ્લોટ નંબર-૧/જી,ધાવડીમાં વાળા ખાંચામાં, શિવાજી સર્કલ, પાસે, ભાવનગર
3. નયન રાણાભાઇ રાઠોડ ઉ.વ.૨૩ રહે.પ્લોટ નંબર-એમ/૯, શ્રમજીવી સોસાયટી અખાડા પાસે, ઘોઘા સર્કલ, ભાવનગર
4. વિક્રમ અશોકભાઇ મકવાણા ઉ.વ.૪૦ રહે.પ્લોટ નંબર-૧૪/એ,ભાગ્યોદય સોસાયટી ભરતનગર, ભાવનગર
5. અનિલગીરી હિંમતગીરી ગૌસ્વામી ઉ.વ.૪૫ રહે.મફતનગર, બાલવાટીકા પાસે, બોરતળાવ, ભાવનગર
6. મેહુલ વિનુભાઇ મકવાણા ઉ.વ.૨૩ રહે.પ્લોટ નંબર-૧/જી,ધાવડી માં વાળા ખાંચામાં, શિવાજી સર્કલ, પાસે, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/-,રોકડ રૂ.૨૧,૨૯૦/- તથા લાલ-રીંગણી કલરની ડીઝાઇનવાળી સાલ કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૨૧,૨૯૦/- નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી માં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, ઉમેશભાઇ હુંબલ, માનદિપસિંહ ગોહિલ, એજાજખાન પઠાણ વગેરે જોડાયાં હતાં.
















