પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, પી.આર. સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
આજરોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન હેડ કોન્સ રાજેન્દ્રસિંહ સરવૈયાને મળેલ બાતમી આધારે સીદસરથી ભાવનગર તરફ આવતા રોડ ઉપર મોહનનગર સીટી બસ સ્ટેન્ડેથી હર્ષદીપ ઉર્ફે લાલો ભુપતભાઇ ડાભી ઉ.વ.૨૮ ધંધો-ડ્રાયવીંગ રહે.પ્લોટ નંબર-૧૨૬,ચંદ્રપ્રકાશ સોસાયટી,સીદસર રોડ,ભાવનગર વાળો ચાંદીની કટાર તથા ચાંદીનાં તોરણ સાથે મળી આવેલ.જે અંગે તેની પાસે આધાર બિલ માંગતાં નહિ હોવાથી ચાંદીની મ્યાનવાળી કટાર ફણા સાથેની પોણા દસ ઇંચ લંબાઇવાળી વજન-૩૫૧ ગ્રામ કિ.રૂ.૧૪,૦૦૦/-તથા ચાંદીનુ માતાજીને ચડાવવાનુ તોરણ ઝુલાની ડીઝાઇનવાળુ લંબાઇ ૩ ફુટ વજન-૨૯૭ ગ્રામ કિ.રૂ.૨૧,૦૦૦/- તથા તેની પાસેથી મળી આવેલ મોબાઇલ-૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ રૂ.૪૦,૦૦૦/-નો મુદ્દામાલ શક પડતી મીલ્કત ગણી Cr.P.C. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી તેને હસ્તગત કરી પુછપરછ કરતાં ગઇ તા.૧૫/૦૬/૨૦૨૨નાં સવારમાં સાડા નવેક વાગ્યે ઇમ્પીરીયલ હાઇટસ સામે આવેલ વિસોત માતાજીના મંદિરમાં પાલખમાં રાખેલ ચાંદીની કટાર ચાંદીનું તોરણ વિગેરે વસ્તુની ચોરી કરી લઇ લીધેલ હોવાની કબુલાત કરેલ.જેથી તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
શોધી કાઢવામાં આવેલ ચોરીનો ગુન્હોઃ-
ભરતનગર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૬૮૨૨૦૪૭૭/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૪૫૪,૩૮૦ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં મહિપાલસિંહ ગોહિલ,રાજેન્દ્દસિંહ સરવૈયા,જયરાજસિંહ જાડેજા,વનરાજભાઇ ખુમાણ,ધર્મેન્દ્દસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ