પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
તા.૨૭/૧૦/૨૦૨૫ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, “હરેશ ઉર્ફે હરિ ઉર્ફે કાળુ મથુરભાઇ મકવાણા રહે.હાદાનગર,ભાવનગરવાળા ભુરા કલરનું ટીશર્ટ તથા કાળા કલરનું લોઅર ટ્રેક પહેરીને ભાવનગર, સરીતા સોસાયટીના નાંકે પુલ નીચે ગુલાબી કલરની પ્લાસ્ટીકની થેલીમાં ભારતીય ચલણી સિક્કા તથા નોટો લઇને ઉભો છે. જે રૂપિયા તે કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.” જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના માણસ નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ.જે મુદ્દામાલ અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ હોવાથી આ મુદ્દામાલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી મુદ્દામાલ શક પડતી મિલકત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. આ મુદ્દામાલ વિશે પુછપરછ કરતાં ’’તેણે બેસતા વર્ષના દિવસે (તા.૨૨/૧૦/ ૨૦૨૫) ભાવનગર, કુંભારવાડા, આઇ.પી.સી.એલ. ફેકટરીની સામે આવેલ બુટ ભવાની માંના મંદિરમાંથી દાન પેટીની ચોરી કરેલ.તે દાન પેટીમાંથી ઉપરોકત રૂપિયા મળેલ હોવાનું અને દાન પેટી તેણે એક જગ્યાએ નાંખી દીધેલ હોવાનું જણાવેલ. આ મોબાઇલ ફોન તેનો પોતાનો હોવાનું અને તેનું બિલ નહિ હોવાનું જણાવેલ.’’ જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

હરેશભાઇ ઉર્ફે હરિ ઉર્ફે કાળુ મથુરભાઇ મકવાણા ઉ.વ.૪૨ ધંધો-મજુરી રહે.પ્લોટ નંબર-૭૫/બી, સત્યનારાયણ સોસાયટી-૦૧,હાદાનગર,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ભારતીય દરની ચલણી નોટ તથા ભારતીય ચલણી સિક્કાઓ મળી કુલ રૂ.૫,૧૮૩/-
2. મોરપીંછ કલરનો ટેકનો સ્પાર્ક ૯ મોડલ નંબર-TECHNO KG 5G મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/-મળી કુલ રૂ.૧૦,૧૮૩/- નો મુદ્દામાલ
શોધી કાઢેલ ગુન્હોઃ-
ભાવનગર, બોરતળાવ પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫ ૨૫૧૯૭૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમઃ-૩૩૧(૩),૩૦૫ (એ) મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકી તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ
















