પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૦૬/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં વણશોધાયેલ ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, અગાઉ ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ ભરતભાઇ ધમાભાઇ વાઘેલા રહે.ધારડી તા.તળાજા જી.ભાવનગરવાળા ભાવનગર,રીંગ રોડ, વૃંદાવન રેસ્ટોરન્ટની બાજુમાં બસ સ્ટેન્ડમાં બેઠો છે.તે કયાંકથી રૂપિયા ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જે અંગે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના આરોપી પાસેથી રોકડ રકમ મળી આવતાં તેની પુછપરછ કરતાં તે રોકડ રકમ અંગે ફર્યું- ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહિ હોવાથી રોકડ રકમ શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
તેની રોકડ રકમ બાબતે પુછપરછ કરતાં જણાવેલ કે, આજથી આશરે છએક દિવસ પહેલાં હું વહેલા સવારના છએક વાગ્યાની આસપાસ ભાવનગરથી ગામડે ધારડી જતો હતો.ત્યારે ભાવનગર-તળાજા હાઇ-વે ઉપર આવેલ બહુચર ધામ આશ્રમ પાસે આવતાં મંદિરમાં કોઇ નહિ હોવાથી મે મંદિરમાં જઇને દાન પેટી તોડી તેમાંથી રોકડ રૂપિયા ચોરી કરી લઇ લીધેલ હતાં. ત્યાર પછી હું મારા ગામડે જતો રહેલ. મે આ રૂપિયા સાચવીને રાખી દીધેલ હતાં. તેમાંથી ત્રણ થી ચાર હજાર મોજશોખ અને ઘરખર્ચમાં વાપરી નાંખેલ. જેથી તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ આરોપીઃ-ભરતભાઇ ધમાભાઇ વાઘેલા ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે.ધારડી તા.તળાજા જી.ભાવનગર હાલ-પુલ નીચે. સીમાડા ચોકડી, વરાછા, સુરત
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-ભારતીય ચલણી નોટ રૂ.૧૨,૦૩૦/- નો મુદ્દામાલ
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-ભાવનગર, ભરતનગર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૮૨૪૦૨૩૦/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફના વિઠ્ઠલભાઇ બારૈયા,મહેન્દ્દભાઇ ચૌહાણ,ઘનશ્યામભાઇ ગોહિલ,સાગરભાઇ જોગદિયા,સંજયભાઇ ચુડાસમા,રાજેન્દ્દભાઇ બરબસીયા,અનિલભાઇ સોલંકી,હરપાલસિંહ ગોહિલ