તા .૧૨/ ૦૭/ ૨૦૨૩ ના રાત્રીના કલાક ૦૨.૨૫ વાગ્યે ગીર સોમનાથ જીલ્લાના ઉના શહેરમાં આવેલ લાઇફ કેર હોસ્પીટલમાંથી ઉના પો.સ્ટેમાં હોસ્પીટલ વર્ધી આવેલ કે દોલુભાઇ ધીરૂભાઇ ઝાલા ઉ.વ .૪૦ રહે.સનખડા તા.ઉના વાળાને મારામારીમાં ઇજા થતા સ્થિતિ ગંભીર હોય રાજકોટ રીફર કરવામાં આવેલ. બાદમાં સીવીલ હોસ્પીટલ ઉના ખાતેથી વહેલી સવારના ૬.૦૬.૩૦ વાગ્યે ઉના પો.સ્ટે.ને હોસ્પીટલ વર્ધી મળેલ કે
મારામારીમાં થયેલ ઇજાના બનાવમાં દોલુભાઇની ડેડબોડી આવેલ હોય એવી જાણ થતા ઉના પોલીસ તેમજ એલ.સી.બી.ના સ્ટાફ દ્વારા હોસ્પીટલે જઇ તપાસ તજવીજ કરતા મરણજનારના સગા સબંધીઓ કોઇપણ જાતની ફરીયાદ કરવા માંગતા ન હોય તેમજ આ મરણજનાર દોલુભાઇને કોની સાથે માથાકુટ થયેલ અને કોણે તેમને ઇજા કરેલ તે બાબતે કોઇપણ હકકીત જણાવતા ન હોય સદરહું બાબતે ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરતા, જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા નાઓએ બનાવના મુળ સુધી પહોચવા અને સત્ય હકીકત બહાર લાવવા માટે સુચના કરતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.ખેંગાર તથા સર્કલ પોલીસ ઇન્સ.શ્રી એમ.યુ.મસી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઇ.ચા. પો.ઇન્સ. વી.કે.ઝાલા, એસ.ઓ.જી ઇ.ચા. પો.ઇન્સ. એ.બી.જાડેજા ઉના પો.ઇન્સ.એન.કે.ગોસ્વામી તથા નવાબંદર પો.સ.ઇ. એ.બી.વોરા, ઉના સર્વેલન્સ સ્કવોડના પો.સ.ઇ. સી.બી.જાડેજા નાઓની અલગ અલગ ટીમો દ્વારા આ બનાવની તપાસ શરૂ કરવામાં આવેલ. મરણજનાર દોલુભાઇની બોડી ઉના સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે મળેલ હોય પરંતુ કઇ જગ્યાએ મારામારી તથા ઇજા થયેલ તે સ્થળ/ જગ્યા કોઇ જણાવતુ ન હોય ગીર સોમનાથ જીલ્લા પોલીસની ઉપરોકત તમામ ટીમો દ્વારા ખાનગી રાહે હકીકત મેળવતા આ બનાવ માણેકપુર ગામે જવાના રસ્તાની સાઇડમાં બાવળની ઝાળીમાં બનેલ હોવાનું જાણવા મળતા આ તમામ ટીમો દ્વારા આ ખુબ જ લાંબા તેમજ રોડની બંને સાઇડ ઝાળી ઝાખરાથી ભરેલા રસ્તા પર ઝીણવટ ભરી રીતે સર્ટીંગ કરતા માણેકપુર જવાના રોડ ઉપર લોહીના ડાઘ મોટા પ્રમાણમાં દેખાય આવતા આ ક્રાઇમ સીનની ઝીણવટભરી રીતે ચકાસણી કરતા વરસાદના લીધે રોડની બંને બાજુ ઘણાબધા લોકોના પગના નિશાન દેખાઇ આવતા
બનાવને અનુરૂપ મારામારી આ જગ્યાએ જ થયેલ હોવાનું તેમજ એક કરતા વધારે આરોપીઓ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ નકકી થઇ ગયેલ. મરણજનારના સગા સબંધીઓ આ બાબતે કોઇ ફરીયાદ કરવા ઇચ્છતા ન હોય જેથી તે દીશામાં તપાસ કરતા તેમજ મરણજનારને કોઇ સાથે દુશ્મની હોય તો તે બાબતે તપાસ કરતા માલુમ પડેલ કે મરણજનાર દોલુભાઇને છેલ્લા ચાર વર્ષથી તેની કૌટુંબિક ભાભી જીતુબા ઉર્ફે જીગ્ના વા/ ઓ કનુભાઇ ભીમભાઇ ઝાલા રહે.સનખડા સાથે પ્રેમસબંધ હોય આજથી એકાદ વર્ષ પહેલા મરણજનાર તથા આ જીતુબા ઉર્ફે જીગ્ના પોતાના ઘરેથી જતા રહેલહોય
અને બંને પરિણિત હોય બાદમાં સમાધાન થતા પોત પોતાના ઘરે આવી ગયેલ હોય ત્યારબાદ પણ આ બંને જણા વચ્ચે મોબાઇલમાં વાતચિત ચાલુ રહેતા આજથી આશરે વીસેક દીવસ પહેલા બંને ફરીથી પોતાના ઘરેથી જતા રહેલ હોય એલ.સી.બી. ઇ.ચા. પો.ઇન્સ વી.કે.ઝાલા,પો.હેડ કોન્સ. પ્રફુલભાઇ વાઢેર, પ્રવિણભાઇ મોરી, રાજુભાઇ ગઢીયા, પો.કોન્સ. સંદિપસિંહ ઝણકાટ નાઓને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે આ
જીતુબાને તેના કૌટુંબિક ભાઇ ગોપાલ રહે બંધારડાના ઘરેથી શોધી કાઢી ઉંડાણપુર્વક યુકિતપ્રયુકિતથી પુછપરછકરતા નીચે જણાવેલ વિગત મુજબના ઇસમોએ ખુન કરેલ હોવાની વિગતો જાણવા મળતા એલ.સી.બી.ની ટીમ દ્વારા આરોપીઓને હસ્તગત કરતા ખુન કરેલ હોવાની કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ
છે.
➤ આરોપીઓ (૧) કનુભાઇ ભીમભાઇ ઝાલા, ઉ.વ .૩૫ ધંધો ખેતી, રહે.સનખડા તા.ઉના (જીતુબાના પતિ)
(ર) વિજયભાઇ ઘુઘાભાઇ ગોહીલ, ઉ.વ .૨૪, ધંધો હીરા ઘસવાનો રહે. સોંદરડી તા.ઉના (જીતુબાનો સગો ભાઇ) (૩) જીલુભાઇ ભીમભાઇ ઝાલા ઉ.વ .૩૦, ધંધો ખેતી રહે. સનખડા તા.ઉના (જીતુબાનો દિયર) (૪) કથુભાઇ ધીરુભાઇ ઝાલા, ઉ.વ .૩૮
, ધંધો ખેતી રહે.સનખડા, તા.ઉના (મરણજનારનો સગોભાઇ) (૫) વિક્રમભાઇ ધીરૂભાઇ ઝાલા રહે.સનખડા, તા.ઉના (મરણજનારનો સગો ભાઇ)
ડીટેકટ કરેલ ગુનો
નવાબંદર મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૩૮૬/૨૦૨૩ આઇ.પી.સી.કલમ ૩૦૨, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪
વિગેરે ખુન કરવાનું કારણ તેમજ ખુનને અંજામ આ કામે મરણજનાર દોલુભાઇ તેમજ જીતુબા ઉર્ફે જીગ્ના બંને પરીણીત અને બાળકો હોવા
છતા પ્રેમસબંધમાં હોય અને મૈત્રી કરારથી છેલ્લા વીસેક દિવથી કોઇને કહયા વગર કર્યાક જતા રહેલ હોય કુટુંબની આબરૂ જતા
આ બંનેને સબક શીખડાવવા માટે બંનેના પરીવારજનો તેમને શોધતા હોય દરમ્યાન ગઇ તા .૧૧/ ૦૭/ ૨૦૨૩ ના રોજ બંનેના પરીવારજનોને જાણવા મળેલ કે આ બંને સનખડા ગામની સીમમાં આવેલ દોલુભાઇની વાડીએ આંટો મારવા આવેલ છે ત્યાં તપાસ કરવા જતા માણેકપુર જવાના રોડ પર આ બંને જણા મળી આવતા આરોપી નં. (૧) કનુભાઇએ લોખંડનો પાઇપ દોલુભાઇના માથાના ભાગે મારેલ તેમજ આરોપી નં. (ર) થી (પ) નાઓએ તેમની પાસે રહેલ લાકડીઓ વડે જીતુબા તથા દોલુભાઇને શરીરે આડેધડ માર મારતા જીતુબા ઇજાગ્રસ્ત થયેલ અને દોલુભાઇ બેભાન જેવા થઇ જતા ત્યાં પડી જતા તેમના સગા દ્વારા દોલુભાઇને દવાખાને લઇ ગયેલ અને જીતુબાના સગા ત્યાંથી તેમને પોતાના ઘરે લઇ ગયેલ અને બાદમાં આ દોલુભાઇને દવાખાને પહોંચાડતા વધુ સારવાર માટે રાજકોટ લઇ જતા રસ્તામાં જ મરણ જતા દોલુભાઇની લાશને બીજા સગા સબંધીઓને સોપી આ તમામ આરોપીઓ નાશી ગયેલ.
> આ કામગીરી કરનાર અધિ/ કર્મચારીઓ એલ.સી.બી. ઇ.ચા.પો.ઇન્સ. વી.કે.ઝાલા, એસ.ઓ.જી. ઇ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા, ઉના પો.ઇન્સ એન.કે.ગોસ્વામી, નવાબંદર મરીન પો.સબ ઇન્સ. એ.બી.વોરા, ઉના પો.સ્ટે સર્વેલન્સ સ્કવોડના
પો.સબ ઇન્સ. સી.બી.જાડેજા તથા આ તમામની ટીમનો સ્ટાફ.
રિપોર્ટર આહીર કાળુભાઇ દીવ