શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મીલ્કત સંબધી તેમજ ચોરીના બનતા ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, શ્રી એ.વી. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. પાલનપુર નાઓનામાર્ગદર્શન મુજબ,
એલ.સી.બી સ્ટાફના માણસો હડાદ પો.સ્ટે. વિસ્તારમાં હડાદ ખેડભ્રહ્મા રોડ સી.એન.જી.પંપ આગળ વાહન ચેકીંગ દરમ્યાન એક નંબર વગરની ઈકો ગાડીના ચાલકને ઉભો રખાવી ગાડીના ચાલકની પાસે ગાડીના સાધનિક કાગળો માંગતો કોઈ સંતોષકારક જવાબ ન આપી ગલ્લા-તલ્લા કરતો હોય અને સદરે ઈકો ગાડીનો ચાલક શંકાસ્પદ જણાતાં પંચો રૂબરૂ સદરે ઈસમનુ નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ વિકેશકુમાર સવજીરામ જાતે.પારગી ઉ.વ.ર૭ ઘંઘો.મજુરી રહે.ગામ.સડા ફળીયું લુંક તા.કોટડા જિ.ઉદેપુર પોલીસ સ્ટેશન કોટડા (રાજસ્થાન) વાળો હોવાનુ જણાવતો હોય તેની પાસે આ નંબર વગરની ઈકો ગાડી કર્યાંથી લાવેલ તે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછતા સદરે ઈકો ગાડી તેણે એકાદ વર્ષ અગાઉ મેઘરજ એક મકાન આગળથી ચોરી કરેલ હતી
અને ત્યાર બાદ ગાડીની નંબર પ્લેટો ખોલી નાખેલ હોવાની વિગત જણાવતો હોય જે બાબતે મેઘરજ પો.સ્ટે. ખાત્રી તપાસ કરતા ગુનો રજી.થયેલ હોય સદરે કબ્જે ઈકો ગાડી એન્જીન નંબર.G12BN508340 તથા ચેચીસ નંબર
MA3ERLFI500531276 નો હોય જે એન્જીન ચેચીસ નંબર ઉપરથી ઈ-ગુજકોપ માં તપાસ કરતા તેનો આર.ટી.ઓ. રજી.નંબર.GJ-31-A-6119 નો હોય જે ગાડીની કિ.રૂ.3,00,000/-ની ગણી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. ૨૦૨૩ ની કલમ.૧૦૬ મુજબ કબ્જે કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા.ર૦ર૩ ની કલમ.૩૫(૧)(ઈ) મુજબ હડાદ પોલીસ સ્ટેશન ડાયરી એ નોધ કરાવી આગળની કાર્યવાહી કરવા સારૂ સોપેલ છે.
આરોપી-વિકેશકુમાર સવજીરામ પારગી ઉવ.ર૭ ધંધો. મજુરી રહે.ગામ.સડા ફળીયું લુંક તા.કોટડા જિ.ઉદેપુર પોલીસ સ્ટેશન કોટડા
રીકવર કરેલ મુદામાલ- ઈકો ગાડી કિ.રૂ.૩,૦૦,000/- શોધેલ ગુનો- મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે ગુના નં.૧૧૧૮૮૦૦૭૨૩૦૬૧૩/૨૦૨૩ I.P.C કલમ ૩૭૯ મુજબ
આરોપીનો ગુનાહિત ઈતિહાસ (૧) ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૫૦૦૪૨૩૦૦૨૮/૨૦૨૩ I.P.C કલમ ૩૭૯ મુજબ
(ર) વિજાપુર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૬૦૭૪૨૩૦૨૬૩/૨૦૨૩ I.P.C કલમ ૩૭૯ મુજબ કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત શ્રી એસ.જે.પરમાર,પો.સબ.ઈન્સ.,એલ.સી.બી શ્રી વિજયકુમાર,એ.એસ.આઈ. એલ.સી.બી શ્રી રાજેશભાઈ,હેડ કોન્સ., એલ.સી.બી શ્રી પુંજાભાઈ, હેડ કોન્સ., એલ.સી.બી શ્રી ઈશ્વરભાઈ,પો.કોન્સ.,એલ.સી.બી
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી