Crime

સુરત જિલ્લામાંથી મેકડ્રોન ડ્રગ્સ બનાવતી ફેકટરીનો પર્દાફાશ કરતી ગુજરાત એટીએસ

અમદાવાદ: સંજીવ રાજપૂત:
ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીનાઓને તેઓના વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે, સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડીસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પતરાના શેડ નં-૧૨,૧૩ માં વિજય ગજેરા તથા સુનીલ યાદવ તથા હરેશ કોરાટ નામના માણસો ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવીને મુંબઇના સલીમ સૈયદ નામના માણસને વેચાણ આપે છે.

ઉપરોક્ત માહિતી અંગે તેઓએ ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી આ માહિતીને ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા ખરાઈ કરાવી તથા ડેવલોપ કરી ચોક્કસ ઈન્ટેલીજન્સને આધારે ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીનાઓના નેતૃત્વમાં પીઆઇ સી.એચ.પનારા, વી.એન.વાઘેલા, પીએસઆઇ વાય.જી.ગુર્જર, બી.ડી.વાધેલા, એમ.એન.પટેલ, એચ. ડી. વાઢેર, બી.જે.પટેલ તેમજ પો.વા.સ.ઇ. આર.સી.વઢવાણા તથા કર્મચારીઓની ટીમે સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક મોટા પતરાના શેડ ખાતે રેડ કરી માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ/ફેક્ટરી શોધી કાઢી હતી જેમાં ૪ કિલો મેફેડ્રોન તથા ૩૧.૪૦૯ કિલો લિક્વીડ મેફેડ્રોન જેની કુલ અંદાજિત કિંમત રૂ. ૫૧.૪૦૯ કરોડ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. આ રેડ દરમ્યાન (૧) સુનીલ રાજનારાયણ યાદવ ઉ.વ.૨૮ રહે.૫૦૨, બી-૨, વીંગ, દેવ તપોવન, વાપી (૨) વિજયભાઇ જેઠાભાઇ ગજેરા ઉ.વ.૩૮ રહે.બી/૩૦૧, હરીવીલા રેસીડેન્સી, સાંવલીયા સર્કલ, યોગીચોક, વરાછા, સુરતના ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.

આ પકડાયેલ ઈસમોની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે, તેઓ બન્નેએ તથા હરેશભાઇ કોરાટનાઓએ ભાગીદારીમાં મેફેડ્રોન બનાવવાનુ શરૂ કરેલ છે અને અગાઉ એક કન્સાઇન્મેન્ટ ૪-કિલોનું બનાવીને મુંબઇના સલીમ સૈયદ તથા તેના સાગરીતોને વેચાણ આપ્યું છે. આ કામ માટે તેઓએ આ પતરાંનો શેડ રૂ.૨૦,૦૦૦/-ના માસિક ભાડાથી રાખેલ હતો. વધુ પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે પકડાયેલ આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રીકલ એન્જીનિયર છે તથા સુનિલ યાદવ કેમીકલ ટ્રેડીંગના ધંધા સાથે જોડાયેલ છે અને તેઓ આ મેફેડ્રોન બનાવવાનું ઓનલાઇન વિડીયો જોઇને શીખેલ હોવાનું જણાવે છે. પતરાના શેડવાળી ફેકટરીમાં ચાલતા આ યુનિટને ગુજરાત એટીએસની ટીમે રેડ કરી સીલ કરેલ છે. આ ગુનામાં એટીએસ. ખાતે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઓપરેશનમાં સુરત એસ.ઓ.જી. તથા વલસાડ એસ.ઓ.જી. મદદમાં રહી હતી તેમજ આરોપી હરેશ કોરોટને જુનાગઢ એસ.ઓ.જી.ની મદદથી પકડી પાડવામાં આવ્યો છે તેને અટક કરવાની કાર્યવાહી ચાલુમાં છે.

આમ એકવાર ફરી ગુજરાત એટીએસના બાહોશ અધિકારી એસ એલ ચૌધરીની સજાગતાથી ગુજરાત એટીએસ, સુરત, વલસાડ અને જૂનાગઢ એસઓજીના સયુંકત ઓપરેશને ગુજરાતમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરી ગુજરાતને ઉડતા ગુજરાત બનતું અટકાવવામાં સફળતા મેળવી છે આ તમામ અધિકારીની કામગીરી પ્રશંશાને પાત્ર છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *