એબીએનએસ, ગોધરા (પંચમહાલ):પંચમહાલ જીલ્લાની ખાણ ખનીજ વિભાગની દ્વારા સતત પેટ્રોલિંગ કરી ખનીજ માફિયાઓ ઉપર બાજ નજર રાખી રહી છે
ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ચાર જેટલી અલગ અલગ જગ્યાએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટીમ દ્રારા આકસ્મીત તપાસ હાથ ધરતા ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરતા માફીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
જેમાં કાંકણપુર- વેલવડ- શનિયાડા-ઘોઘંબા જેવા સ્થળોએથી 1 મશીન , 3 ટ્રેક્ટર, માંથી માટી , રેતી જેવા ખનીજ સહિત અંદાજે રૂપિયા 60 લાખનો ઝડપાયેલા મુદ્દામાલ પંચમહાલ કલેક્ટર કચેરી ખાતે રાખી ખનીજ માફીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કડક કાર્યવાહીથી ખનીજ માફીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.