મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉ.હર્ષદ પટેલ તથા મહુવા ડિવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન સાહેબના ઓએ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે સખત સુચના કરેલ હોય.
અલંગ પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૮૦૦૨૨૩૦૦૪૪૮/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના કામે છ મહિના પહેલા મણાર યાર્ડ વિસ્તારમાથી એક વીવો કંપનીનો V-21 E એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની ચોરી થયેલ હોય.જે અંગે અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એચ.એસ.તિવારી ના માર્ગદર્શન મુજબ ટેકનીકલ સોર્સની મદદથી ચોરી થયેલ મોબાઇલ ટ્રેસ આઉટ કરી આરોપી તથા ચોરીમાં ગયેલ વીવો કંપનીનો V-21 E એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિંમત રૂપીયા ૨૫૦૦૦/- નો આરોપી સાથે શોધી કાઢવામાં અલંગ પોલીસની ટીમને સફળતા મળેલ છે.
આ કામનો ઝડપાયેલ આરોપી નુ નામ ઓધવજીભાઇ ભવાનભાઇ પંડયા ઉ.વ.૫૫ ધંધો.વેપાર રહે.પીપરલા તા.તળાજા જી.ભાવનગર
આ સમગ્ર કામગીરી માં અલંગ પોલીસ સ્ટેશન નાં ઇન્ચા. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એસ.તિવારી તથા હેડ કોન્સ. રાજપાલસિંહ ટેમુભા ગોહિલ,તથા કિશોરભાઈ કંટારીયા તથા ઘનશ્યામસિંહ ગોહિલ,તથા તેજપાલસિંહ ગોહિલ વગેરે જોડાયાં હતાં.