ગઇ તા.૨૫/૦૮/૨૦૨૫ ના રોજ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારના અલંગ શીપયાર્ડમાં થયેલ ખુનના બનાવ અન્વયે અલંગ પોલીસ સ્ટેશન એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૨૨૫૦૩૯૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૦૩(૧) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબનો ગુન્હો રજી. કરવામાં આવેલ. જેમાં એવી હકિકત હતી કે, તા.૨૪/૦૮/૨૦૨૫ ના કલાક ૨૨/૦૦ થી તા.૨૫/૦૮/૨૦૨૫ ના કલાક ૧૨/૩૦ દરમ્યાન આ કામના આરોપી ટેકલાલ સોના મહતો, ઉ.વ.૪૭, રહે. મડમો, પોસ્ટ ખેતકો, થાના – વિષ્ણુગઢ, જિ.હજારીબાગ, રાજય – ઝારખંડ, હાલ – અલંગશીપ યાર્ડ પ્લોટ નં. ૨૪(૦) ની સામે, તા.તળાજા, જિ.ભાવનગર વાળાએ તેની સાથે રૂમમાં રહેતા તેના મિત્ર યોગેન્દર સલમતમાલી સૈની તેના રૂ.૪૦૦૦/- લઇ ગયેલ હોવાની શંકા રાખી તેને કપાળ તથા મોઢાના ભાગે બોથડ પદાર્થ થી માર મારી ઇજા કરી મોત નિપજાવેલ હતુ.
બાદ ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નીતેશ પાંડેય સાહેબનાઓએ સદર ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આ કામના આરોપી ટેકલાલ સોના મહતો ને ઝડપથી પકડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સખત સુચના આપેલ હતી.
જે અન્વયે મહુવા ડિવીઝનના ઇન્ચા. નાયબ પોલીસ અધિક્ષકશ્રી રીમા ઝાલા સાહેબના માર્ગદર્શન મુજબ અલંગ પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી. તથા મહુવા ડીવીઝનની ટીમ બનાવી ભાવનગર જિલ્લામાં તેમજ ઝારખંડ રાજયમાં અલગ અલગ જગ્યાએ આરોપીની તપાસ કરવા સારૂ રવાના થયેલ.
જે તપાસ દરમ્યાન હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સની મદદથી તમામ ટીમની સયુક્ત કામગીરીથી આ કામનો આરોપી ટેકલાલ સોના મહતો શિહોર ખાતેથી મળી આવતા સદર ગુન્હાના કામે ધોરણસર અટક કરી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ – ટેકલાલ સોના મહતો, ઉ.વ.૪૭, રહે. મડમો, પોસ્ટ ખેતકો, થાના – વિષ્ણુગઢ, જિ.હજારીબાગ, રાજય – ઝારખંડ, હાલ – અલંગશીપ યાર્ડ પ્લોટ નં. ૨૪(૦) ની સામે, તા.તળાજા, જિ.ભાવનગર
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.આર.વાળા, પો.સબ ઇન્સ. શ્રી આર.એ.વાઢેર, શ્રી વી.સી.જાડેજા તથા ASI શ્રી પી.પી.ગોહિલ તથા હેડ કોન્સ. શ્રી જે.જી.ચૌહાણ, પો.કોન્સ. યોગરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, ઉપેન્દ્રભાઇ રણજીતભાઇ ટાંક, તેજપાલસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ, હરીચન્દ્રસિંહ દિલુભા ગોહિલ, પ્રજ્ઞેશભાઇ યોગેશભાઇ પંડ્યા, બનેસંગભાઇ ભુપતભાઇ મોરી, હરપાલસિંહ ભગીરથસિંહ સરવૈયા, મુકેશસિંહ ઘનશ્યામસિંહ ઝાલા