પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડમાં ફરજ બજાવતાં પો.હેડ કોન્સ.હિરેનભાઇ સોલંકી તથા પો.કો.નીતિનભાઇ ખટાણાને પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ પાકા કામનાં કેદી અમદાવાદ ખાતે હોવાની મળેલ માહિતી આધારે અમદાવાદ ખાતે તપાસ કરતાં ભાવનગર શહેર,નિલમબાગ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૧૪/૨૦૦૫ ઇ.પી.કો.કલમઃ-૩૦૨ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે અમદાવાદ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતાં પાકા કામનાં કેદી ભરત ગોરધનદાસ વલેચા ઉ.વ.૩૮ રહે.મફતનગર,બ્રહ્મકુમારીની બાજુમાં,રંગભવન હોલની સામે,સીંધુનગર,ભાવનગર વાળા મળી આવતાં તેને ઝડપી હસ્તગત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ,તથા પોલીસ કર્મચારી હિરેનભાઇ સોલંકી,હરેશભાઇ ઉલ્વા,નીતિનભાઇ ખટાણા,હસમુખભાઇ પરમાર,પ્રજ્ઞેશભાઇ પંડયા વગેરે જોડાયાં હતાં.