ગુજરાત રાજયની સરહદે આવેલ રાજસ્થાન તથા મધ્યપ્રદેશ રાજયમાં વિધાનસભા-૨૦૨૩ની ચું૭ણીઓ યોજાનાર હોવાથી રાજસ્થાન તથા મધ્યપ્રદેશ રાજયના પોલીસ સ્ટેશનમાં ગુજરાત રાજયમાં રહેતાં નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે એડી. ડી.જી.પી. શ્રી,સી.આઇ.ડી. ક્રાઇમ એન્ડ રેલ્વેઝ, ગુ.રા., ગાંધીનગર તરફથી ઝુંબેશ રાખવામાં આવેલ હતી. જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
તા.૧૮/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન રાજેન્દ્દભાઇ બરબસીયા તથા અનિલભાઇ સોલંકી પો.કોન્સ.,એલ.સી.બી., ભાવનગરનાંઓને સંયુકત રીતે બાતમી મળેલ કે, રાજસ્થાન રાજયના શિરોહી જિલ્લાના મંડાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આબકારી અધિનીયમ હેઠળના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી રોનીષ નિતેશભાઇ આડોડિયા રહે.આડોડિયાવાસ,ભાવનગરવાળો તેના ઘર પાસે ઉભો હોવાની માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ. તેના વિરૂધ્ધ આગળની જરૂરી કાર્યવાહી માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી રાજસ્થાન પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ.
નાસતાં-ફરતાં આરોપીઃ-
રોનીષ ઉર્ફે જીંગો નિતેશભાઇ પરમાર ઉ.વ.૧૯ રહે. કતલખાનાની બાજુમાં, આડોડીયાવાસ, ભાવનગર
ગુન્હોઃ-
રાજસ્થના રાજ્યના શિરોહી જીલ્લાના મંડાર પો.સ્ટેના ગુ.ર.નં.૧૩૯/૨૦૨૩ રાજસ્થાન આબકારી અધિનિયમ ૧૯/૫૪ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી બાબાભાઇ હરકટ, રાજેન્દ્દભાઇ બરબસીયા, અનિલભાઇ સોલંકી