bhavnagarBreaking NewsCrimeGujarat

વડોદરા મધ્યસ્થ જેલમાંથી છેલ્લાં નવ મહિનાથી વચગાળાના જામીન રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ દ્વારા ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જંમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
જે અનુસંધાને ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીને પકડવાની ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમી મળેલ કે,વડોદરા શહેર,બાપોદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કાર તથા પોસ્કોના ગુન્હામાં સજા પામેલ અને વડોદરા મધ્યસ્થ જેલના પાકા કામના કેદી કનુભાઇ ઉર્ફે કાનો ઓધાભાઇ ખસીયા રહે.ઠળીયા તા.તળાજા,જી.ભાવનગરવાળો વચગાળાના જામીન રજા ઉપરથી ફરાર થઇ હાલ સુરત શહેર ખાતે રહે છે.જે ચોક્કસ બાતમી આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમ સુરત શહેર ખાતે જઇ તપાસ કરતાં નીચે મુજબના પાકા કામના કેદી કામરેજ ચોકડી,સુરત શહેર ખાતે હાજર મળી આવતાં તેને ઝડપી લઇ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ છે.

પાકા કામના કેદી:-કનુભાઇ ઉર્ફે કાનો ઓધાભાઇ ખસીયા ઉ.વ.૩૨ ધંધો-મજુરી રહે.હાલ-સિધ્ધી વિનાયક ફલેટ, કડોદરા, જી.સુરત મુળ-બારપરા પ્રાથમિક શાળા સામેની ગલી, ઠળીયા, તા.તળાજા, જી.ભાવનગર

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,તથા પોલીસ કર્મચારી ભહિપાલસિંહ ચુડાસમા,સત્યજીતસિંહ ચુડાસમા,બળદેવભાઇ મકવાણા,મજીદભાઇ શમા,હસમુખભાઇ પરમાર,મહેશભાઇ કુવાડિયા વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 432

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *