Crime

ઓનલાઈન છેતરપિંડી નો લાલબત્તી સમાન કિસ્સો

ગઢડા(સ્વામીના) એક યુવક સાથે ૬૧ લાખ જેવી માતબર રકમની છેતરપિંડી
ઓનલાઈન ટાસ્ક પૂરા કરી મોટી રકમ આપવાની લાલચે છેતરપિંડી થતા ફરીયાદ

ગઢડા(સ્વામીના) મુકામે રહેતા એક યુવકને મેસેજ કરી વેબસાઈટમાં એકાઉન્ટ ખોલી જુદા જુદા ૩૫ ટાસ્ક પૂરા કરી મોટી રકમ પરત આપવાની લાલચ આપી રૂપિયા ૬૧ લાખ જેટલી માતબર રકમની છેતરપિંડી થવાની બાબત બહાર આવતા અજાણ્યા વ્યક્તિ સાથે લાલચમાં આવનારા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો બનવા પામેલ છે.

આ મુદ્દે આરોપીઓએ આ કામના ફરીયાદીને ટેલીગ્રામ સોશ્યલ મિડીયા એપ્લીકેશનમાં મેસેજ કરી લોભામણી જાહેરાત આપી વિશ્વાસમાં લઇ સીતાસીંઘ નામના આરોપીએ ફરીયાદીને Record Breakers નામના વ્હોટસએપ ગૃપમાં એડ કરી વિશ્વાસમાં લઇ અલગ અલગ ટાસ્ક પુરા કરી કમિશન મળવાના બહાને તા. ૧૪.૧૨.૨૦૨૨ થી તા.૨૯.૧૨. ૨૦૨૨ દરમિયાન ફરીયાદી પાસેથી અલગ અલગ દિવસે મળીને કુલ રૂપિયા ૬૧,૨૬,૩૦૪ જેટલી રકમનું ટ્રાન્ઝેક્શન કરાવી છેતરપિંડી કરી હોવાની ધોરણસરની પોલીસ ફરિયાદ શૈલેષભાઇ અશોકભાઈ બલર ઉ.વ .૩૫, ધંધો. લેબોરેટરી રહે.ગઢડા , સિનેમા રોડ, મુળ ગામ – ધામેલ તા.લાઠી જી.અમરેલી વાળાએ નોંધાવી હતી.

ફરીયાદ માં વિગતે જણાવ્યા મુજબ જાણવા મળતી વિગત અનુસાર ગત તા.૯.૧૨.૨૦૨૨ ના બપોરના સવા બાર વાગ્યે ફરીયાદીના મોબાઈલમાં ટેલીગ્રામ એપ્લીકેશનમાં મેસેજ આવેલ. જેમાં પાર્ટ ટાઈમ નોકરીની જાહેરાત આવેલ હતી. તે મેસેજ મોકલનારનુ નામ પ્રિયા હતુ . જેથી મેસેજનો રીપ્લાય આપી પાર્ટ ટાઈમ નોકરી કરવાની વાત કરેલ. જે દરમિયાન સીતાસીંઘ નામની વ્યક્તિએ એક Record Breakers નામના વ્હોટસએપ ગૃપમાં એડ કરેલ અને તે ગૃપમાં કુલ -૧૯ મેમ્બર હતા અને એક કસ્ટમર કે૨ નંબ૨ મળી કુલ –
૨૦ મોબાઇલ નંબર ગ્રુપમાં હતા. જેમાં સીતાસીંઘ નામની વ્યક્તિએ પોતાના મોબાઈલ નંબર ઉપરથી પર્સનલ મેસેજ કરી સમગ્ર પ્રક્રિયા સમજાવેલ. ત્યારબાદ તેના કહેવાથી

www.omegavoyage.com નામની વેબસાઇટ લીંક મોકલતા તેમાં એકાઉન્ટ બનાવવાનું કહેતા એકાઉન્ટ બનાવેલ. ત્યારબાદ સીતાસીંઘ નામની વ્યક્તિએ એક ડેમો પ્રોસેસ આપેલ જેમાં કંપની તરફથી ૧૦,૦૦૦ / – રૂપિયાની રીચાર્જ કરેલ હોવાનુ જણાવેલ . જે ડેમોમાં ૫ થી ૩૦ ટાસ્ક આવેલ જેમાં ૫ સ્ટાર રેટીંગ આપવાનું જણાવેલ. જેથી તે ડેમોમાં ૧ થી ૩૦ ટાસ્કમાં ૫ સ્ટાર રેટીંગ આપેલ અને ટાસ્ક પુર્ણ થતા રૂ . ૮૨૫ / – નું મિશન ફરીયાદીના એક્સિસ બેંક એકાઉન્ટ માં જમા થયેલ . તે દરમિયાન સીતાસીંઘ નો મોબાઇલ નંબર બદલાઇ ગયેલ અને તેણે બીજા નંબર ઉપરથી મેસેજ કરી જુદા જુદા કુલ ૩૫ ટાસ્ક આપેલ. એમ કરતા કરતા ટાસ્ક ની જમા થયેલા કમિશનની રકમ આપવાની વાત કરીને

વારંવાર રિચાર્જ કરાવીને અન્ય એક વ્યક્તિ વિરાજ પટેલે પ્રક્રીયા પૂરી કરવા મદદ કરીને વધારે રિચાર્જ કરવા અને જમાં રકમ મેળવવા સમજાવેલ. આ દરમિયાન છેલ્લે ફરીયાદી ને રકમ અને કમિશન પરત નહી મળતા વાત કરતા એકાઉન્ટ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા અનઓથોરાઈઝ એકટીવ ડીટેક થયાનું અને સુરક્ષિત નહી હોવાનું જણાવી રોકાણ

અને કમિશનની રકમ મેળવવા માટે સિક્યુરિટી પેટે અલગથી વધારાની ડિપોઝિટ કરાવી કુલ રૂપિયા ૬૧,૨૬,૩૦૪ રૂપિયા જેવી માતબર રકમની છેતરપિંડી કરી હોવાનું જણાતા સમગ્ર મેસેજ વાત વિગતો સાથે એકબીજા ને મદદગારી કરવા સહિચ સાઈબર ક્રાઇમ અને ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૧૯,૪૨૦,૧૧૪ તથા આઇ.ટી.એકટ કલમ ૬૬ ( ડી ) મુજબ ગુન્હો નોંધી પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 85

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *