Crime

પાલનપુર થી એલસીબી પોલીસે અંબાજી આવી વીદેશી દારૂ ઝડપ્યો

 

અમિત પટેલ અંબાજી

શકિતપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે.અંબાજી ખાતે હાલમાં પણ વિદેશી અને દેશી દારુ આસાનીથી મળી રહે છે.ત્યારે ભાદરવી પૂનમના મેળા અગાઉ 60 કિલોમીટર દૂર બેઠેલી પાલનપુર એલસીબીએ અંબાજી ખાતે આવીને ઓપરેશન પાર પાડ્યું હતું.

અંબાજી પો. સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની/બીયરની પેટી નંગ-૪૨ જેમાં બોટલો/બીયર ટીન નંગ-૧૨૮૪ કિ.રૂ.૨,૧૨,૮૨૦/- તથા બ્રેજા ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૭,૧૨,૮૨૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર-બનાસકાંઠા”

શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા

શ્રી ડી.આર. ગઢવી પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઇ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ
એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાદરવી પુનમના મેળા અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જણવાઇ રહે તે સારૂ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “એક લાલ કલરની બ્રેજા ગાડી જેની આગળ પાછળ નંબર પ્લેટ લગાડેલ નથી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગુડા ગામ તરફથી આવતા રોડ તરફથી આવી ત્રણ રસ્તા થઇ આગળ જનાર છે.”

જે બાતમી હકીકત આધારે ગાડીને નાકાબંધી કરી ગાડીના ચાલક નારાયણસિંગ રંગતસિંગ ડાભી રહે.વાસડા તા.અમીરગઢ વાળાને પકડી લીધેલ જેના કબ્જાની ગાડીમાંથી ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની/બીયરની પેટી નંગ-૪૨ જેમાં બોટલો/બીયર ટીન નંગ-૧૨૮૪ કિ.રૂ.૨,૧૨,૮૨૦/- તથા બ્રેજા ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૭,૧૨,૮૨૦/- ની હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમ્યાન ગાડીનો ચાલક પકડાઇ ગયેલ હોય જેના વિરૂધ્ધ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓની વિગત:-
ASI નરપતસિંહ શીવુભા
HC દિગ્વિજયસિંહ રામસિંહ
HC નરેશભાઇ લક્ષ્મણભાઇ
HC મહેશભાઇ સરદારભાઇ
PC વિક્રમસિંહ દાદુભા
PC ઇશ્વરભાઇ ભીખાભાઇ
PC દિનેશભાઇ લક્ષ્મણભાઇ
PC ઇશ્વરભાઇ પુનમાજી
PC નાથુભાઇ રામજીભાઇ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *