પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓને પકડી પાડવા માટે સુચના આપેલ.
ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર જીલ્લાનાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સને-૨૦૧૮ માં દાખલ થયેલ ડબલ મર્ડર તથા લુંટના કેસનાં ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતા રાજકોટ, મધ્યસ્થ જેલમાં રહેલ પેરોલ રજા ઉપરથી છેલ્લાં ૩(ત્રણ) વર્ષથી ફરાર થઇ ગયેલ પાકા કામના કેદી નંબર- ૪૭૨૬૫ વિનોદભાઇ ઉર્ફે ભોયકો બાબુભાઇ સોલંકી રહે.ભીલવાસ, ગરાજીયા રોડ, તા.પાલીતાણા જી.ભાવનગર વાળો હાલ રાજસ્થાન રાજયમાં જયપુર ખાતે રહેતો હોવાની હકિકત મળી આવેલ જે બાતમી આધારે સ્ટાફનાં માણસો રાજસ્થાન રાજ્યના જયપુર ખાતે જઇ બાતમીવાળી જગ્યાંએ તપાસ કરતાં નીચે મુજબના પાકા કામના કેદી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ રાજકોટ, મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે.
પાકા કામના કેદી : -વિનોદભાઇ ઉર્ફે ભોયકો બાબુભાઇ સોલંકી ઉવ.૪૧ ધંધો.મજુરી/મચ્છીમારી રહે.ભીલવાસ, ગરાજીયા રોડ, તા.પાલીતાણા જી.ભાવનગર, હાલ રહે.બિસલપુર ડેમ, તા.દેવલી, જી.ટોક રાજય.રાજસ્થાન
આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં હીરેનભાઇ સોલંકી, નીતીનભાઇ ખટાણા, અર્જુનસિંહ ગોહીલ, મહેશભાઇ કુવાડીયા, હસમુખભાઇ પરમાર, પ્રજ્ઞેશભાઇ પંડ્યા