પોલીસ જવાન નરેન્દ્રભાઇ પરમાર અને દલજીભાઈ ચૌધરી નશા ની હાલત માં બેફામ ગાડી ચલાવી બાઈક ચાલક ને ટક્કર મારી…..
૫૧ શક્તિપીઠ સર્કલ વિસ્તાર ખાતે બાઈક ચાલક ને મારી ટક્કર …
અકસ્માત સર્જી ભાટવાસ વિસ્તાર માં ઘૂસ્યા,સ્થાનિક લોકો દ્વારા ગાડી માંથી ૩ બોટલ વિદેશી દારૂ પકડ્યો….
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ કાયદા ના રક્ષક જ જાણે ભાન ભૂલ્યા હોય તેમ આરોપી ની જેમ ગુનો કરી ભાગી છૂટયા હોય તેવા દૃશ્ય સર્જાયા હતા.
અંબાજી ખાતે આજ રોજ બપોર ના સુમારે એક ગોલ્ડન કલર ની હ્યુન્ડાઈ સેન્ટ્રો ગાડી માં સવાર ૨ લોકો દ્વારા ૫૧ શક્તિપીઠ સર્કલ વિસ્તાર માં બેદરકારીપૂર્વક તેમજ બેફામ રીતે ગાડી હંકારી એક બાઈક ચાલક ને ટક્કર મારી નાસી છૂટયા હતા.
જેમાં બાઈક ચાલક ને ગંભીર રીતે ઇજા થતા તાત્કાલિક પાલનપુર હોસ્પિટલ ખાતે રેફર કરાયા હતા. અકસ્માત સર્જી ભાગી છૂટેલા ગાડી ચાલક નો આસ પાસ રહેલા લોકો દ્વારા પીછો કરતા ગાડી ચાલક ગાડી લઈ હાઈ વે પરથી ભટવાસ વિસ્તાર માં ઘુસી ગયો હતો.
પરંતુ લોકો એ પકડી પાડતાં ભારે હોબાળો થયો હતો.જેમાં ગાડી ચાલક સાથે બોલાચાલી થતા ગાડી ચાલક નશા માં હોઈ તેમજ પોતે ગુજરાત પોલીસ ના જવાન છે તેમ જણાવ્યું હતું.પકડાયેલ બન્ને લોકો પાસે થી પોલીસ તંત્ર નું ઓળખ પત્ર મળી આવ્યું જેમાં નરેન્દ્રભાઇ પરમાર અને દલજી ભાઈ ચૌધરી નામ નો ઉલ્લેખ હતો.
લોકો દ્વારા ગાડી માં તપાસ કરતા 3 બોટલ વિદેશી દારૂ ની પણ મળી આવી હતી.
જ્યારે કાયદા ના પાલન કર્તા અને રક્ષક જ જો ઊંધા રવાડે ચડી કાયદા નો ભંગ કરે તો સામાન્ય નાગરિક ક્યાં જાય??? સામાન્ય નાગરિક જો આવા કોઈ ગુના બાદ નાસી છૂટે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાય છે હવે તંત્ર ના જ જવાનો દ્વારા આવી ગુનાઇત પ્રવુત્તિ સામે સત્તાધીશ અધિકારીઓ શું પગલાં લેશે તે જોવા રહ્યા…..
રિપોર્ટ.. અમિત પટેલ અંબાજી