Crime

પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર મહિલા પોલીસ સ્ટેશન તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની ઉત્કૃષ્ટ કામગીરી

સ્નેપ ચેટ ના માધ્યમ દ્વારા થયેલ પ્રેમ સબંધ માં છ માસ બાદ પ્રેમી દ્વારા ફોટા વાયરલ કરવા બાબત એ યુવતી ને બેલ્કમેલ

બોટાદ જીલ્લા કલેક્ટર આદરણીય શ્રી ડૉ.જીન્સી રોય, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક આદરણીય શ્રી ચિંતન તેરૈયા , જિલ્લા મહિલા બાળ અધિકારી આદરણીય શ્રી આઈ. આઈ. મન્સૂરી  તેમજ થાણા અધિકારી શ્રી એ.એન. પરમાર  ના દેખરેખ હેઠળ મહિલાઓ ની સુરક્ષા માટે ચાલતા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની ઉત્કૃષ્ટ કામગીરી જોવા મળેલ છે. જે અન્વયે 22 વર્ષીય અપરણિત યુવતી ને પ્રેમી દ્વારા થતી હેરાન ગતિ માંથી મુક્તિ મળી.

બોટાદ જિલ્લામાં એક 22 વર્ષીય અપરણિત મહિલા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં ફોન કરી રૂબરૂ સલાહ સૂચન અને માર્ગદર્શન માટે મદદ મેળવેલ યુવતી લોકેશન પર આવતા 181 કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન કોન્સ્ટેબલ હિરલબેન દ્વારા યુવતી સાથે વાત કરતા યુવતી એ જણાવેલ કે પ્રેમી દ્વારા ફોટા સોશ્યિલ મીડિયા માં વાયરલ કરવા બાબત એ ટોર્ચર કરવામાં તેમજ જબરજસ્તી રિલેશન રાખવા મજબુર કરવામાં આવે છેઆ સાથે યુવતી એ પોતાની ગોપનિયતા જાળવવા જણાવેલ કાઉન્સેલર ને વધારે મદદ ની જરૂર જણાતા યુવતી ને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અંગે માહિતી આપી અરજી રીફર કરવામાં આવેલ જ્યાં કાઉન્સેલર રીનાબેન વ્યાસ અને રિંકલબેન મકવાણા દ્વારા યુવતીને માનસિક સાંત્વના આપવામાં આવેલ. યુવતી એ પોતાની મનોવ્યથા જણાવેલ કે છ માસ પેહલા સ્નેપચેટ ના માધ્યમ દ્વારા ઓળખાણ થયેલ ત્યારબાદ અવાર વાર સોશ્યિલ મીડિયાના માધ્યમ દ્વારા ફોટા ની આપલે કરતા આ ફોટા પ્રેમી સોશ્યિલ મીડિયાના માધ્યમ દ્વારા યુવતીના સગાસબંઘી ને મોકલવાનું કેહતા યુવતી અનસિક્યોર સમજવા લાગેલ.યુવતી ના આ પ્રશ્નની ગંભીરતા લઇ મહિલા પોલીસ સ્ટેશન ના એ એસ આઈ નયનાબેન ગામિતી સાથે સંકલનમાં રહી સામાપક્ષ ને તાત્કાલિક પરામર્શ માટે આવવા સંપર્ક કરેલ. બંન્ને પક્ષ સાથે કાઉન્સેલિંગ ની વાતાઘાટ કરવામાં આવેલ યુવક ને સાયબર ક્રાઇમ વિષે કાનૂની માહિતી આપતાં પોતાની ભૂલ સ્વીકારેલ તેમજ લેખિતમાં બાહેંધરી આપેલ કે ભવિષ્ય માં યુવતી ને હેરાન નહી કરે તેમજ યુવતી સામે તમામ ફોટા ડીલીટ કરેલ.આ તકે યુવતી એ જણાવેલ કે દરેક કિશોરી તેમજ યુવતી અને મહિલાઓ એ પોતાની સુરક્ષા અને ગોપનિયતા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ ની સુરક્ષા અને આત્મસન્માન સાથે નવી ઉડાન ભરવા સલાહ સૂચન અને માર્ગદર્શન મેળવવું યોગ્ય છે. સાથે સાથે યુવતી એ 181 અભયમ મહિલા હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન નો ઝડપી અને સરળ પ્રક્રિયા દ્વારા પ્રશ્નનુ નિરાકરણ આવતા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા શહેરમાં હત્યા ના કેસ ને છુપાવવાની કોશિષ કરવામાં આવી , પોલીસે ચપળતા બતાવી 6 આરોપીને ઝડપી પાડ્યા

રાજુભાઈ રાઠોડ નામના વ્યક્તિ સોનગઢ મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા…

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 95

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *