Crime

ઉધના પોલીસે સુરત સહિત જિલ્લામાંથી મોટર સાયકલ અને ફોર વ્હીલ ઇકો કારની ચોરી કરી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતી કુખ્યાત “ચીકલીકર”ગેંગને

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

ઉધના પોલીસે સુરત શહેર અને જિલ્લા પોલીસ ચોપડે નોંધાયેલા કુલ 18 જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે. આ ચીકલીકર ગેંગ પાસેથી ઉધના પોલીસે ચોરીની ઇકો કાર, છોટા હાથી ટેમ્પો, મોટર સાયકલ, ઓટોરિક્ષા સહિત 8 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.

ઉધના પોલીસના હાથે ઝડપાયેલી ગેંગના ચાર પૈકીનો એક આરોપી શહેર પોલીસ મથકના ચોપડે નોંધાયેલા દસ અલગ અલગ ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે.

જ્યારે અન્ય એક ઇસમની પણ બે જેટલા ગુનામાં અગાઉ પોલીસ દ્વારા ધરપકડ થઈ ચૂકી છે.જ્યારે ગેંગના અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

સુરત શહેરમાં બનતી ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં રહેલી ઉધના પોલીસે સુરતની કુખ્યાત ચીકલીગર ગેંગને ઉધના બીઆરસી ખાતે આવેલા સતનામ નગર ચાર રસ્તા પાસેથી ચોરીની ફોર વ્હીલ ઇકો કાર સાથે ઝડપી પાડી છે.આ ગેંગના ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.ઉધના પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ કીર્તનસિંહ ભાદા, પંચમસિંહ ગુલાબસિંહ ભાદા ,દિપસિંગ ઉર્ફે દીપુ ગુજરાત સિંગ કલાની સહિત રાણા સિંહ અવતારસિંહ અંધરેલીની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.આરોપીઓની અંગઝડતી લેતા એક ફોર વ્હીલ કાર, ઓટોરિક્ષા, મોટરસાયકલ, ટેમ્પો સહિત 8 લાખથી વધુની માતાનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ઉધના પોલીસની તપાસમાં આરોપીઓ દ્વારા ઉધના, સરથાણા ,સચિન જીઆઇડીસી, પલસાણા, ભરૂચ, સહિત અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ 18 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલી કાઢીયા છે.જ્યારે ગેંગના અન્ય બે સાગરીતો કાલીયાસિંગ ધનસિંહ બાવરી અને હરજીતસિંહ ચીકલીગરના નામો બહાર આવતા બંનેને વોન્ટેડ જાહેર કરાયા હતા.

ઉધના પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓ પ્રથમ કોઈ ટુ વ્હીલર મોટરસાયકલ અથવા ફોરવીલર કારની ચોરી કરતા હતા. ત્યારબાદ કોઈપણ અવાવરું જગ્યાએ બિનવારસી મૂકી અથવા સંતાડી દેતા હતા.

જે વાહનોનો બીજી જગ્યાએ ઘરફોડ ચોરી કરવા ઉપયોગમાં લેતા હતા.રાત્રિના સમયે અંધારાનો લાભ લઇ આ ગેંગના સાગરીતો મકાન અથવા દુકાનના દરવાજા અને શટર તોડી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા.પોલીસ તપાસમાં ઝડપાયેલ આરોપી રાણાસિંહ અગાઉ ચોક બજાર અને સિંગણપોર પોલીસ મથકમાં નોંધાયેલા બે અલગ અલગ ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.

જ્યારે આરોપી દિપસિંગ ઉર્ફે દીપુની ઉધના, પુણા,વરાછા,સારોલી, ડીંડોલી અને પાંડેસરા સહિત ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા કુલ 10 જેટલા ગુનામાં અગાઉ ધરપકડ થઈ ચૂકી છે.હાલ તો ઉધના પોલીસે ઘરફોડ ચોરી કરતી કુખ્યાત “ચીકલીગર”ગેંગને ઝડપી પાડી ઘરફોડ ચોરીના 18 ગુના ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે.જ્યાં વધુ ગુના ઉકેલાવાની શકયતાના પગલે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ઉધના પોલીસે સુરત સહિત જિલ્લામાંથી મોટર સાયકલ અને ફોર વ્હીલ ઇકો કારની ચોરી કરી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતી કુખ્યાત “ચીકલીકર”ગેંગને.

ઉધના પોલીસે સુરત શહેર અને જિલ્લા પોલીસ ચોપડે નોંધાયેલા કુલ 18 જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા.

ચીકલીકર ગેંગ પાસેથી ઉધના પોલીસે ચોરીની ઇકો કાર, છોટા હાથી ટેમ્પો, મોટર સાયકલ, ઓટોરિક્ષા સહિત 8 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરી.

આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.ઉધના પોલીસના હાથે ઝડપાયેલી ગેંગના ચાર ઈસમો ધરપકડ કરી.ચાર પૈકીનો એક આરોપી શહેર પોલીસ મથકના ચોપડે નોંધાયેલા દસ અલગ અલગ ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે.અન્ય એક ઇસમની પણ બે જેટલા ગુનામાં અગાઉ પોલીસ દ્વારા ધરપકડ થઈ ચૂકી છે.ગેંગના અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *