ભાવનગર રેન્જ IGP શ્રી ગૈાતમ પરમાર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ નાઓએ જીલ્લામાં એન.ડી.પી.એસ. એકટ હેઠળના કેસો શોધવા સુચનાઓ આપવામાં આવેલ હતી. જે અનુસંધાનમાં ના.પો.અધિ. શ્રી મિહીર બારીયા સા. પાલીતાણા વિભાગનાઓના સીધા માર્ગદર્શન હેઠળ તથા સી.પી.આઇ. શ્રી જે.આર.ભાચકન પાલીતાણાનાઓની સુચના આધારે વલ્લ્ભીપુર પોલીસ પો.સ્ટેશન પો.સબ ઇન્સ. પી.ડી.ઝાલા તથા સ્ટાફના માણસોએ પો.સ્ટે વિસ્તારમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળની પ્રવુતિ કરતા ઇસમો બાબતે સોર્સ ડેવલપ કરી કરાવતા વલ્લ્ભીપુર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. પી.ડી.ઝાલા નાઓને ખાનગી બાતમીદારો મારફતે હકિકત મળેલ કે વલ્લભીપુર બરવાળા હાઇવે ઉપર આવેલ લાખણકાના ઢાળ પાસે એક ટ્રક નંબર RJ03GA2441 રોડ ઉપર પાર્ક થયેલ પડેલ છે. અને આ ટ્રકમાં બાયો કોલની આડમાં માદક પદાર્થ ભરેલ હોવાની ચોકકસ હકિકત મળેલ હતી. જે હકિકતની સર્કલ પો.ઇન્સ. જે.આર.ભાચકન નાઓને જાણ કરતા તેઓ સાહેબ વલ્લભીપુર પોલીસ સ્ટેશન ખાતે આવી જઇ પંચો રૂબરૂ હકિકતે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતે ટ્રકમાં માદક પદાર્થ (પોશ ડોડા)નો જથ્થો મળી આવતા એન.ડી.પી.એસ. એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
(૧) ડ્રાઇવર શ્યામદાસ સન/ઓ ગોપાલદાસ વૈરાગી (પંડીત) ઉ.વ. ૩૬ ધંધો ડ્રાઇવીગ રહે. હાટપીપલીયા થાણા
બડાવઘ તા. જૈારા જી. રતલામ રાજય મધ્યપ્રદેશ
(ર) કલીનર- વિશાલ સન/ઓ રમેશલાલ રાવ (ભાટ) ઉવ. ૧૯ રહે. હાટપીપલીયા થાણા બડાવઘ તા. જૈારા જી.
રતલામ રાજય મધ્યપ્રદેશ મુળ રહે. ધામનૈાદ ગામ તા. શેલાના જી. રતલામ
(૩) માદક પદાર્થ મોકલનાર તથા મેળવનાર અને અન્ય તપાસમાં ખુલે તે
પકડાયેલ મુદામાલઃ-
(૧) નશાકારક માદક પદાર્થ પોશ ડોડા વજન ૩૮૬ કિ. ૧૨ ગ્રામ જે ૧ કિ.ગ્રા ની કિમંત રૂા. ૩૦૦૦/- લેખે કુલ કિમંત
રૂા.૧૧,૫૮,૩૮૦/-
(ર) ટ્રક નંબર RJ03GA2441 કિમંત રૂા. ૫,૦૦,૦૦૦/-
(૩) મોબાઇલ ફોન નંગ- ૧ કિમંત રૂા. ૨૦૦૦/-
(૪) દસ્તાવેજી કાગળો કિમંત રૂા. ૦૦/૦૦
(પ) મોટા જથ્થામાં બાયો કોલ કિમંત રૂા. ૦૦/૦૦ મળી કુલ કિમંત રૂા. ૧૬,૬૦,૩૦૦/- નો મુદામાલ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઃ- પો.ઇન્સ. જે.આર.ભાચકન પાલીતાણા સર્કલ તથા પો.સબ ઇન્સ. પી.ડી.ઝાલા વલ્લભીપુર પો.સ્ટે તથા પો.હેડ કોન્સ. જગદીશભાઇ સાંગા, ચિરાગભાઇ પરમાર, દિગ્વિજયસિંહ ગોહીલ તથા પો.કોન્સ. ગીરીરાજસિંહ ગોહીલ, મહેન્દ્રભાઇ ચૈાહાણ, અરવિંદભાઇ મકવાણા, સંજયભાઇ મકવાણા, હરપાલસિંહ ગોહીલ તથા વલ્લભીપુર પોલીસ સ્ટાફ
રિપોર્ટ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર