ગીરસોમનાથ જીલ્લા ખાતે દેશ વિદેશમાંથી યાત્રાળુઓ/લોકો સાસણ/સોમનાથ વિગેરે સ્થળે ફરવા/દર્શનાર્થે આવતા હોય,
કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ અગત્યના ઇનપુટસ બાબતે મહત્વની માહિતી મળી રહે તેમજ આંતકવાદી ઘટનાઓને અટકાવવા પરીણામલક્ષી માહિતી તમામ હોટલો/ગેસ્ટહાઉસો પાસેથી તાત્કાલીક મળી રહે તે માટે આવી હોટલ. રીસોર્ટ/ગેસ્ટહાઉસમાં રહેવા માટે આવતા વ્યક્તિઓના આધાર,પુરાવા વાહન વિગેરે તમામ બાબતોની એન્ટ્રી પથિક સોફટવેરમાં કરવા
માટે જીલ્લા મેજી.સા. ગીરસોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરાવવા માટે જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા , જુનાગઢ રેન્જ, જુનાગઢ ના ઓ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાઓ કરેલ સુચના મુજબ,ગીરસોમનાથ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એન.બી.ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ એન.એ.વાઘેલા નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા તથા ઇબ્રાહીમશા બાનવા તથા મેરામણભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા તથા ગોપાલ સિહ મોરી પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા કૈલાશસિહ બારડ તથા રણજીતસિહ ચાવડા તથા મહાવીરસિંહ જાડેજા તથા મેહુલસિહ પરમાર એ રીતેના પોલીસ સ્ટાફ ગીરસોમનાથ જીલ્લાના તાલાલા, પ્રભાસ પાટણ,ઉના, તથા ગીરગઢડા પો.સ્ટે. વિસ્તારમાં હોટલ/ગેસ્ટહાઉસ /ફાર્મ હાઉસ, રીસોર્ટ ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન
નીચે જણાવેલ વિગત મુજબના હોટલ/રીસોર્ટ સંચાલકઓ પોતાના હોટલ/ગેસ્ટહાઉસ/ફાર્મ હાઉસ/રીસોર્ટમાં રહેવા માટે આવતા વ્યક્તિઓની પથીક સોફટવેરમાં એન્ટ્રીઓ કર્યા વગર રૂમ રહેવા માટે આપેલ હોય તેમના વિરૂધ્ધ તાલાલા, પ્રભાસ પાટણ, ઉના, ગીરગઢડા પો.સ્ટે. માં જાહેરનામાં ભંગ મુજબ અલગ-અલગ કુલ-૮ ગુનાઓ રજી. કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હોટલ સંચાલક/મેનેજરનું નામ (૧) ભાવેશભાઇ હિમતભાઈ આચાર્ય, ઉવ.૪૨ રહે.પ્ર.પાટણ, જુના સોમનાથ મંદિરની બાજુમાં(રૂદ્ર ગેસ્ટ હાઉસ)(૨) મૌતિકભાઇ પ્રદ્યુમનભાઇ પ્રચ્છક ઉવ.૩૭ રહે. પ્રભાસ પાટણ, ભાટશેરી તા.વેરાવળ (સોમ ગેસ્ટ હાઉસ)(૩) હિંમતભાઇ વિરજીભાઈ ગજેરા ઉવ.૬૦ રહે.જામવાળા, તા. ગીરગઢડા (બજરંગ ગેસ્ટ હાઉસ)(૪) નિખીલભાઇ જયંતીલાલ ભાયાણી ઉવ.૪૫, રહે.ઉના ઓમકાર ચોક (ધ ગ્રાન્ડ શીવા)(૫) પરેશ રતીલાલ ગધેસરીયા, ઉવ.૪૪ રહે.ભોજદે ગામ તા.તાલાલા (મારૂતી વિલા રીસોર્ટ)(૬) કલ્પેશભાઇ રવજીભાઇ ગઘેસરીયા, ઉવ.૪૫, રહે.ભોજદે ગામ, તા.તાલાલા (બંસી ફાર્મ)(૭) મ.આરીફ ઇલીયાસભાઇ મકરાણી ઉવ.૩૦ રહે. પાલનપુર જહાનારા બાગ સામે (કેરીના રીટ્રીટ રીસોર્ટ)(૮) લક્ષ્મણભાઇ પુજાભાઈ વાયલુ, ઉવ.૩૩ રહે. પ્રભાસ પાટણ, કંસારા કાદી વિસ્તાર (શ્રવણ ગેસ્ટ હાઉસ) પર ચેકિંગ હાથ ધરી કાર્યવાહી હાથ ધરાઈ
અહેવાલ મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ