Crime

પુત્રને દત્તક લઈ પુત્રવધુનું 50 તોલા સોનું પડાવીલઈ પુત્ર અને પુત્રવધુ ને તરછોડી દીધા

 

વલભીપુર તાલુકાના જલાલપર ગામે આજે એક સમાજમાં કલંક સમાન ઘટના સામે આવી છે વલ્લભભાઈ પ્રાગજીભાઈ સુતરીયા ને પુત્ર ના હોવાથી તેમને ઉંમરલાયક દત્તક પુત્ર લીધેલ પુત્ર ના લગ્ન પછી પુત્રવધુ પાસે અવારનવાર દહેજ ની માંગણી કરી એકવાર એક લાખ રૂપિયા રોકડા અને પાંચ તોલા સોનું પડાવી લીધેલ હતું

ત્યારબાદ ફરી બે લાખ રૂપિયા અને 5 તોલા સોનાની માંગણી કરતા હતા ત્યારબાદ ફરિયાદીને એવું હતું કે હવે શાંતિ રહેશે પરંતુ આરોપી વલ્લભભાઈ પ્રાગજીભાઈ સુતરીયા તથા ગીતાબેન વલ્લભભાઈ સુતરીયા એ અવારનવાર દહેજની માંગણી ચાલુજ રાખી અને પુત્રવધુનું 50 તોલા સોનું પણ પોતાની પાસે રાખી પહેરે કપડે પુત્ર અને પુત્રવધુને ઘરબાર કાઢી મૂક્યા ત્યારે પુત્ર અને પુત્રવધુની કફોડી હાલત સર્જાતા તેઓ વડોદરા આશરો લેતા સાસુ સસરા વલ્લભભાઈ પ્રાગજીભાઈ તથા ગીતાબેન વલ્લભભાઈ સુતરીયા સામે વડોદરા થી મહિલા પોલીસમાં આજે ફરિયાદ નોંધાવી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *