પાટણ, એ.આર. એબીએનએસ: રાધનપુર શહેરમા વેપારી એસોસિયેશન દ્વારા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહીત dysp ડી. ડી ચૌધરી ની પ્રેરક ઉપસ્થિતમા વેપારીઓની ગત રાત્રે મિટિંગ યોજાઈ હતી.રાધનપુર ખાતે આવેલ રામવાડી ખાતે રાધનપુર વેપારી એસોસિયેશન દ્વારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યુંહતું.
જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડી વાય એસ પી ડી ડી ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાધનપુરમાં છેલ્લા ત્રણ માસમાં થયેલી 8 જેટલી ચોરીઓને લઈને ચોર પોલીસ પકડ થી દૂર રહેતા વેપારીઓ દ્વારા મીટીંગ યોજી ચોર ગેંગને ઝડપવા રજુઆત કરી હતી. રાધનપુર ખાતે છેલ્લા ત્રણેક માસની અંદર 10 જેટલી ચોરીની મોટી ઘટનાઓ બની હોવા છતાં કેટલીક ચોરીઓની રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે તો કેટલીક ચોરીની રાધનપુર પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી નથી તેવા આક્ષેપો પણ વેપારીઓ દ્વારા કરવામા આવ્યા હતા.
રાધનપુર પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવતી નથી,વેપારીઓના આક્ષેપ: રાધનપુરમાં છેલ્લા ત્રણેક માસની અંદર 8થી 10 જેટલી ચોરીની મોટી ઘટનાઓ બની હોવા છતાં કેટલીક ચોરી ની ફરિયાદ લેવાઈ છૅ તો કેટલીક ફરિયાદ લેવામાં પણ આવી નથી તેવા આક્ષેપો વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છૅ.
તો રાધનપુર શહેરમા થતી ચોરીઓને ધ્યાનમાં રાખીને પોલીસ એક પણ ચોરી કે ચોર ગેંગને ઝડપી શકી ન હોય ત્યારે પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. જેને લઈને રાધનપુરમા વેપારી વર્ગ દ્વારા વેપારીઑ એકઠા થઈ dysp સહીત ધારાસભ્યની ઉપસ્થિતમા રજુઆત કરી ચોર ગેંગને ઝડપી પાડવા રજુઆત કરી હતી.
વેપારીઓએ જણાવ્યું હતું કે અમારે રાધનપુર ખાતે કેવી રીતે વેપારો કરવા કારણ કે સલામતી ન હોય જેન ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવા પેટ્રોલિંગ વધારવા રાધનપુરના તમામ મુખ્ય વેપારીઓ દ્વારા મિટિંગ કરી રજુઆત કરી હતી.
વેપારીઓએ ભૂખ હડતાલ ઉપર ઉતરી કલેકટર કચેરી ખાતે બેસવાની અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆત કરવા જવ વેપારી પ્રતિનિધિ મંડળે તૈયારી દર્શાવી. રાધનપુર શહેરમાં વેપારીઓ દ્વારા યોજાયેલ મીટીંગમા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને વેપારીઓએ બોલાવી dysp ની પ્રેરક ઉપસ્થિતમા વેપારીઓ દ્વારા રાધનપુરમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલવા તેમજ ચોર ગેંગને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવામા આવે અને રાધનપુર બજારો ની અંદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ રાત્રીના સમયે વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
અને વેપારીઓ દ્વારા ધારાસભ્ય પાસે ચોરીની બાબતે રજૂઆત કરી હતી. જૉ આગામી સમયમાં ઝડપી કાર્યવાહી કરવામાં નહીં આવેતો વેપારીઑ ભૂખ હડતાલ ઉપર નાયબ કલેકટર કચેરી ખાતે બેસવાની તૈયારી બતાવી છૅ. રાધનપુર ધારાસભ્યએ ચોરીનો ભેદ ઉકેલી કડક કાર્યવાહી માટે વેપારીઓને આપી હૈયાધારણા :
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું તે ચોરીનો ભેદ ટૂંક જ સમયમા ઉકેલાવી દેવા તંત્ર કટીંબદ્ધ છૅ અને શહેરમા ચોરીઓ જૅ કઈ થઈ છૅ તમામ ચોરીઓ પકડાઈ જશે અને ચોરોને જલ્દી ઝડપી લેવામાં આવશે અને જરૂર પડે તો હું વેપારીઓ સાથે જ છું તેવું જણાવ્યું હતું. વેપારીઓને રાધનપુર પોલીસ ધક્કા ખવડાવતી હોય વેપારીઓ દ્વારા ઉગ્ર રજૂઆત:વેપારીઓની દુકાનોમાં ચોરીઓ થતી હોય પોલીસ ફરિયાદ ન લેતી હોય અઢી અઢી મહિનાથી પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતી હોય તેમજ વેપારીઓને રાધનપુર પોલીસધક્કા ખવડાવતી હોય જેને લઈને વેપારીઓ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
અને રાધનપુર ધારાસભ્ય અને DYSP ડી. ડી ચૌધરીએ ખાસ નોંધ લીધી હતી અને જરૂર પડે તો ગૃહમંત્રી સુધી રજૂઆત કરવાની ધારાસભ્યએ પણ ખાતરી આપી હતી. તેમજ ટૂંકજ સમયમાં રાધનપુરમાં થયેલ ચોરીઓ પકડી પાડવામાં આવશે અને રાધનપુર બજાર ની અંદર પેટ્રોલિંગ વધારવામાં આવશે તેવી ડીવાયએસપી ડીડી ચૌધરીએ વેપારીઓને ખાતરી આપી હતી.તો બીજી તરફ રાધનપુર ની અંદર રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર વેપારીઓની ફરિયાદો ચોરીની ઘટના બાદ પોલીસ ન લેતી હોય તેને લઈને વેપારીઓ રાધનપુર પોલીસથી નારાજ પણ જોવા મળ્યા હતા.