પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા.પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી આર.એ.વાઢેર તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.માં આયુર્વેદિક પીણાના નામે નશાકારક પીણાં વેચાણ કરતાં હોવા અંગે દાખલ થયેલ ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ભાવનગર,એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ઉભો હોવાની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી પાડી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.આ અંગે રાજકોટ શહેર,ડી.સી.બી. પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
નાસતાં-ફરતાં આરોપીઃ-
મયુરસિંહ જયદેવસિંહ સરવૈયા ઉવ.૩૬ ધંધો.વેપાર રહે.મોચી શેરી,દાઠા ગામ તા.તળાજા જી.ભાવનગર હાલ રહે.દાદાનું મકાન,નોકરીયાત સોસાયટી,તળાજા,રામપરા રોડ,ભાવનગર
ગુન્હોઃ-
રાજકોટ શહેર, ડી.સી.બી. પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૫૨૩૦૨૦૩/૨૦૨૩ પ્રોહી.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૧૧૬ બી, ૮૧, ૮૩, ૯૮ (૨), ૬૭ (ક) તથા I.P.C. કલમઃ-૨૭૨, ૨૭૩, ૪૦૬,૪૨૦, ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૮૨, ૪૮૩, ૧૨૦(બી),૧૭૭ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા સ્ટાફના યુસુફખાન પઠાણ,પાર્થભાઈ ધોળકીયા,વિશ્વજીતસિંહ ઝાલા,મિનાજભાઈ ગોરી જોડાયાં હતાં.