પાલીતાણા તાલુકાના રાણપરડા ના ગામની યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે યુવતીના પિતા અને કાકાએ મળી યુતિને માર મારી યુવતી નું ગળું દબાવી હત્યા કરી મૃતદેહને સ્મશાનમાં સળગાવી દીધો હતો,
આ ઘટનાના પગલે પાલીતાણા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે પિતા-કાકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે,
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ પાલીતાણા તાલુકાના રાણપરડા ગામના જલ્પાબેન દીપકભાઈ રાઠોડ ઉંમર વર્ષ 19 નામની યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ યુવતીના પરિવારને થતા ગત તા.7 મી માર્ચના રોજ સવારે 7 થી 8 કલાકના અરસામાં યુવતીના ઘરે તેણી કાકા ભાવસંગ ઉર્ફે લાલજી ધીરુભાઈ રાઠોડ એ ઝાપટ અને મારામારી તથા યુવતીના પિતા દીપક ધીરુભાઈ રાઠોડ એ તેમની દીકરીનું ગળું દબાવી મોત નિપજાવ્યું હતું અને બાદમાં યુવતીના મૃતદેહને રાણપરડા ગામના સ્મશાનમાં સળગાવી દીધો હતો,
આ અંગે પાલીતાણા ડીવાયએસપી મિહિર બારીયા એ જણાવ્યું હતું કે ઘટનાના પગલે પિતા દિપક ધીરુભાઈ રાઠોડ તથા કાકા ભાવસંગ ઉર્ફે લાલજી ધીરુભાઈ રાઠોડ ને વિરુદ્ધ પાલીતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પાલીતાણા પોલીસે હત્યા પુરાવાના નાશ કરવા, માર મારવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી અને બંને શખ્સોને રાણપરા ગામેથી ઝડપી લીધા હતા.