એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ):પંચમહાલ જીલ્લાની ખાણ ખનીજ વિભાગની અસરકારક કામગીરીના લીધે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની પોતાની પેટ્રોલિંગ કામગીરી સતત ચાલુ રાખી અને ખનન માફીયાઓ પર વોચ ગોઠવી તેમની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે
ત્યારે જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટીમ દ્રારા આકસ્મીત તપાસ હાથ ધરતા હાલોલ તાલુકાના રામેસરા ખાતે ગેરકાયદેસર જેસીબી મશીન વડે ખનન કરી બે ટ્રકમાં ભરીને સપ્લાય કરતા પકડાયા છે. પકડાયેલ મુદ્દામાલ સીઝ કરીને હાલોલ ખાતે રાખવામા આવેલ છે.
ત્યારે બીજી બાજુ જિલ્લાના ગોધરા બાયપાસ પાસે ખનીજ કવાર્ટજ ભરીને એક ટ્રક પસાર થઈ રહી હતી. તે દરમિયાન તેની અટકાયત કરી પૂછપરછ કરતા અને જરૂરી ડોક્યુમેન્ટ માંગતા ટ્રક ચાલકે ડોક્યુમેન્ટ કે સંતોષકારક જવાબ ન આપતા ટ્રકને સીઝ કરી કલેક્ટર કચેરી ખાતે રાખવામા આવેલ છે. આમ પંચમહાલ જિલ્લાના બે અલગ અલગ જગ્યાએથી પકડાયેલ 60 લાખનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.