Crime

વાલિયાના રૂંધા ગામમાં ઘર પાસે ગાંજાના છોડ ઉગાડી વેચાણ કરતા એક શખ્સને પોલીસે દબોચ્યો

વાલિયા તાલુકાના રૂંધા ગામના નવા ફળિયા ઘરના ઉકરડા પાસે લીલા ગાંજાના ૬ છોડ મળી ૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે એસ.ઓ.જીએ એક ઈસમને ઝડપી પાડ્યો હતો. નશાયુક્ત પદાર્થોનું વેચાણ કરવા માટે અવનવા કિમિયાઑ લોકો અજમાવતા હોય છે ત્યારે પોતાના ઘર પાસેજ જ નશાયુક્ત ગાંજા ના છોડ ઉગાડી તેનો વેપાર કરતો આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના રૂંધા ગામના નવા ફળિયા રહેતો છના લાલિયા ચૌધરીએ ઘરના સામે ઉકરડાના કિનારા ઉપર લીલા ગાંજાના છોડ વાવેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને તપાસ કરતા ત્યાંથી વનસ્પતિજન્ય ગાંજાના લીલા ૬ છોડ ૬૨૭ ગ્રામના મળી આવ્યા હતા પોલીસે ૬ હજારથી વધુના મુદ્દામલા સાથે છના લાલિયા ચૌધરીને ઝડપી પાડી વાલિયા પોલીસને હવાલે કર્યો હતો.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *