સુરતના સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર ઉનમાં આવેલા રૂમમાં સૂતેલા શ્રમિકના મોબાઇલની ચોરી થઈ હતી. શ્રમિક જ્યારે પોતાની રૂમમાં આરામ કરી રહ્યો હતો ત્યારે રૂમની બારી ખુલ્લી હતી જેનો લાભ લઈને તસ્કર દ્વારા મોબાઈલ ની ચોરી કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત..
સુરતના સચિન જીઆઇડીસી પોલીસ મથકના ઉન વિસ્તારમા આવેલા તિરુપતિ નગરમાં રૂમ નંબર ૫૧માં રહેતા અને મજૂરી કામ કરતા સાહિલ કાશીદ શાહ પોતાની રૂમમાં સૂતો હતો. એ દરમિયાન એક ચોર આવ્યો હતો, અને શેરીમાં રેકી કર્યા બાદ તેણે રૂમનો દરવાજો ખુલેલો જોઈ બારીમાંથી સાહિલનો ૧૨૦૦૦ની કિંમતનો redmi note ૧૦ફોનની ચોરી કરી નાસી ગયો હતો.સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં અવારનવાર મોબાઈલ સહિતની ચોરીઓ સામે આવી રહી છે. ત્યારે સવારના સમયે થયેલી ચોરીને લઈને પોલીસ પેટ્રોલીંગ પર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ કહ્યું કે, તસ્કરોને જાણે પોલીસનો કોઈ જ ડર ન રહ્યો હોય તે રીતે ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. જેથી તસ્કરોને મોકળુ મેદાન મળી રહ્યું છે.
સુરતના સચીન જીઆઇડીસી ઘટના..
સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉનમાં થઇ ચોરી..
ઉન વિસ્તારમાં વેલી સવારે થઈ મોબાઈલ ફોન ની ચોરી…
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી..