પાટણ. એઆર. એબીએનએસ: પાટણ એસઓજી પોલીસે સમી તાલુકાના ગોચનાદ ગામમાં બોગસ તબીબ સામે કાર્યવાહી કરી છે. પોલીસે ગનીભાઈ દાઉદભાઈ સૈયદને ઠાકોરવાસના નાકા પાસેથી ઝડપી પાડ્યો હતો.
આરોપી કોઈપણ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર દર્દીઓની સારવાર કરતો હતો.મેડિકલ ડિગ્રી વગર દર્દીઓને દવા અને ઈન્જેક્શન આપી દર્દીઓ સાથ લોકોના આરોગ્ય સાથ ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયોછે.
એસઓજી પોલીસ ઈન્સપેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમને બાતમી મળી હતી. આરોપી સમી ગામમાં જુમા મસ્જિદ પાછળ રહે છે. તે ગોચનાદ ગામમાં ઠાકોરવાસના નાકા પર બિમાર લોકોને તપાસી, દવા અને ઈન્જેક્શન આપતો હતો.
ત્યારે પોલીસે આરોપી પાસેથી ઈન્જેક્શનો, દવાઓ અને મેડિકલ સાધનો મળીને કુલ રૂ. 1639.28નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે સમી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 319 અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમી પોલીસએ આગળ ની વધુ હાથ ધરી છે.