એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના સમી પો.સ્ટે. વિસ્તારના સમી ટાઉનમાથી જુગારનો ગણના પાત્ર કેશ શોધી સમી પોલીસે પાંચ જુગારીઓ ને રોકડ રકમ સહિત જુગારના સાહિત્ય સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાઈ નાઓએ પ્રોહી/ જુગાર ના કેશો શોધી કાઢી પ્રોહી/જુગારની બદીને નેસ્તો નાબુદ કરવા સુચના કરેલ હોઇ નાયબ પોલીસ અધિ.રાધનપુરના સીધા માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ એ.એસ.વસાવા સમી પોલીસ સ્ટેશનનાઓ સહિત સમી પોલીસના માણસો ખાનગી વાહનમાં સમી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સમી ટાઉન વિસ્તારમાં મલાવડી તળાવ નામથી ઓળખાતી સીમમા બાવળોની ઝાડીની ઓથમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૂ ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે જે મળેલ હકીકત આધારે ટીમે હકીકત વાળી જગ્યાએ જુગાર અંગે રેઇડ કરતા ફેસલ હબીબ કાજી ,સોઇબ હબીબ સૈયદ, અસલમ સબીર સૈયદ, દિનેશભાઇ વસુભાઇ સથાવારા અને ઇમરાન રજાક સૈયદ તમામ રહે. સમીવાળાઓને ઝડપી
જુગાર સાહિત્ય અને રોકડ રકમ મળી કુલ રૂ. ૧૦,૪૬૦ મુદામાલ કબ્જે કરી તમામ સામે જુગાર ધારા ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી સમી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.