અંકલેશ્વર વિસ્તારમાં આવેલા ભાવના ફાર્મ પાસે મોબાઈલ ઉપર મુંબઇ ઈન્ડીયન્સ અને ગુજરાત ટાઇટન્સની IPL T20 ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન આઈ.ડી. થી સટ્ટો રમતા એક શખસને LCB પોલીસે ઝડપી પાડયો છે.
હાલમાં IPL ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે.જેના ઉપર સમગ્ર વિશ્વમાં કરોડોના સટ્ટા રમાય છે. ત્યારે આવા સટ્ટોડિયાને ડામી દેવા જિલ્લાના SP ડો.લીના પાટીલે આદેશ આપ્યા હતાં.
જેના આધારે ભરૂચ LCB PI ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમ દ્વારા પ્રોહીબિશન તથા હાલમા ચાલી રહેલ IPL મેચ ઉપર હારજીતનો સટ્ટો લગાડતા ઇસમો ઉપર રેઇડ કરી જુગારના સફળ કેસો શોધી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
આ કામગીરી દરમિયાન PSI.જે.એન. ભરવાડ અને તેમની ટીમના જવાનો અંકલેશ્વર શહેર બી ડીવીઝનના વિસ્તારમાં આવેલા ભાવના ફાર્મ બહાર મંદિર પાસે જુગાર પ્રવૃત્તિ અંગે રેઇડ કરી હતી.
આ રેઈડમાં ટીમે સ્થળ પરથી હરેન્દ્રભાઇ સત્યદેવ યાદવને મુંબઇ ઇન્ડીયન્સ અને ગુજરાત ટાઇન્સ વચ્ચે રમાતી IPL T20 મેચ ઉપર મોબાઇલમાં ઓનલાઇન આઇ.ડી.થી વેબસાઇટ ઉપર સટ્ટો રમતા ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે તેની પાસેથી રોકડા રુ. 7,300 એક મોબાઈલ ફોન કીમત રૂ.10 હજાર મળીને કુલ રૂ.17,300 નો મુદ્દામાલ જપ્ત કરીને તેની વિરૂધ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.