પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.
તા.૧૦/૦૭/૨૦૨૫ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર શહેર,બોરતળાવ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૧૫૨૫૦૪૩૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમઃ-૩૦૬ મુજબના ગુન્હામાં પકડવાના બાકી આરોપી વિજયસિંહ સુરેન્દ્દસિંહ ચૌહાણ રહે.આઝાદ બસ્તી, હનુમાન મંદિર પાછળ, જયપુર, રાજસ્થાન વાળા ભાવનગર, દેસાઇનગર, પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર ઉભો છે.જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબનાં પકડવાના બાકી આરોપી હાજર મળી આવતાં તેની પુછપરછ કરતાં ઉપરોકત ગુન્હામાં પકડવાના બાકી હોવાનુ જણાવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
પકડવાના બાકી આરોપીઃ-વિજયસિંહ સુરેન્દ્દસિંહ ચૌહાણ ઉ.વ.૩૬ ધંધો-મેનેજર તરીકે રહે.આઝાદ બસ્તી, હનુમાન મંદિર પાછળ, જયપુર રાજસ્થાન
ગુન્હાની વિગત:-ભાવનગર શહેર,બોરતળાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૩૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમઃ-૩૦૬ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદીયા, વિઠ્ઠલભાઇ બારૈયા, અનિલભાઇ સોલંકી, પ્રજ્ઞેશભાઇ પંડયા, દેવેન્દ્દસિંહ વાળા