પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન ભાવનગર જિલ્લાના નિલમબાગ, ઘોઘા રોડ તથા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઇલ ચોરીઓના ગુન્હાઓના આરોપીઓ ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે મળી આવતાં જે તે પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા માટે સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ માણસોઃ-
1. નીલરાજ ઉર્ફે એન.કે. કનુભાઇ વાઘેલા ઉ.વ.૨૪ રહે.ફલેટ નં.૪૦૧, શારદા ફલેટ, સ્વપ્ન સાકાર સોસાયટી, આખલોલ જકાતનાકા પાસે, ભાવનગર
2. આશિષભાઇ ભરતભાઇ સાટીયા ઉ.વ.૨૨ રહે.દરબારી ગૌશાળા, કાળીયાબીડ, ભાવનગર
3. ઇલ્યાસ ઉર્ફે ઇલુ યુનુસભાઇ ગોરી ઉ.વ.૩૪ રહે.રૂમ નં.૩૨૦ પાછળ, ગુ.હા.બોર્ડ, કુંભારવાડા, ભાવનગર
4. દર્શનભાઇ ભનુભાઇ નૈયા ઉ.વ.૩૪ રહે.પ્લોટ નં.૨૦૬,મીરાંનગર, ચિત્રા-સીદસર રોડ,ભાવનગર
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-
1. સેમસંગ કંપનીનો મોડલ નંબર-A-50 મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૨,૦૦૦/-
2. સેમસંગ કંપનીનો મોડલ નંબર-A-14 મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૬,૪૯૯/-
3. રીયલ મી કંપનીનો મોડલ નંબર-8 મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-
4. રેડ મી કંપનીનો મોડલ નંબર-નોટ 9 PRO મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ રૂ.૨૮,૪૯૯/-નો મુદ્દામાલ
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-
1. નિલમબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૩૮૧/૨૦૨૪ B.N.S. એકટની કલમઃ-૩૦૩(૨) મુજબ
2. ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૯૬૧/૨૦૨૪ B.N.S. એકટની કલમઃ-૩૦૩(૨) મુજબ
3. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૪૦૮/૨૦૨૪ B.N.S. એકટની કલમઃ-૩૦૩(૨) મુજબ
4. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૫૪૦/૨૦૨૪ B.N.S. એકટની કલમઃ-૩૦૩(૨) મુજબ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ તથા એલ.સી.બી. સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, બાવકુદાન કુંચાલા, રાજેન્દ્દસિંહ સરવૈયા, કેવલભાઇ સાંગા, જયદિપસિંહ ગોહિલ, માનદિપસિંહ ગોહિલ જોડાયાં હતાં .