પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલે નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, ભાવનગર, તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પકડવાના બાકી આરોપી વિપુલભાઇ પ્રવિણભાઇ મકવાણા રહે.પ્લોટ વિસ્તાર, ફુલસર તા.તળાજા જી.ભાવનગરવાળો કાળા કલરનું શર્ટ તથા સફેદ કલરનું પેન્ટ પહેરીને નાવલી નદી તરફ જવાના રસ્તે ઉભો છે.જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબના પકડવાના બાકી આરોપી હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.
પકડાયેલ આરોપી વિપુલભાઇ પ્રવિણભાઇ મકવાણા ઉ.વ.૨૬ ધંધો-ડ્રાયવીંગ રહે.પ્લોટ વિસ્તાર,ફુલસર તા.તળાજા જી.ભાવનગર
કરેલ ગુન્હો તળાજા પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૫૪૬/૨૦૨૪ પ્રોહિ.એકટ કલમઃ-૬૫(એ)(ઇ),૧૧૬(બી),૯૮(૨),૮૧ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળસર જોડાયેલા હતાં .