Crime

અડાજણ વિસ્તારમાં આવેલી સીકેવિલા સોસાયટીમાં બુધવારે ત્રણ લોકો પાલિકાના કર્મચારીઓ બની એક ઘરમાં લૂંટ કરવાના ઇરાદે આવ્યા હતા. જોકે મહિલાની સુજ ભુજથી લૂંટારૂઓને લુંટ કરતા અટકાવી ઘરની બહાર દોડી બૂમાબૂમ કરી દીધી હતી ત્યારે ત્રણેય લૂંટારૂઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા.આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામે છે…

 

સુરતના અડાજણની સીકેવીલા સોસાયટીમાં બુધવારે ત્રણ લોકો એક ઘરમાં પાલિકાના કર્મચારી હોવાનું કહી પાણીની ટાંકી ચેક કરવા આવ્યા હતા. ત્રણેયે પાલિકાનો યુનિફોર્મ પહેર્યો હતો એટલું જ નહિ પાલિકાનો આઈકાર્ડ પણ હતો.

આથી તેજલ પટેલ ત્રણેય સાથે ટાંકી ચેક કરવા ગયા હતા. પછી ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા. બીજી તરફ તેજસ પટેલ પણ ઘરેથી કામ માટે ચાલ્યા ગયા હતા.ત્રણેય બદમાશો થોડીવારમાં પાછા તેમના ઘરે આવ્યા હતા અને ગાર્ડનમાં ચેક કરવાની વાત કરી હતી. મહિલાને પણ એવું હતું કે પાલિકાના કર્મચારીઓ છે એટલે તેમણે જવા દીધા હતા. ગાર્ડન ચેક કરવાના બહાને એક ગેટ પર બીજો ગાર્ડનમાં અને ત્રીજો વચ્ચે ઉભો રહયો હતો.

આ દરમિયાનમાં એક ઈસમે તેના સાગરિત સાથે મહિલાનું ગળું દબાવી ઘેની પદાર્થ સુઘડાવી બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાએ પહેલા તો બેભાન થઈ હોવાનું નાટક કરી થોડીવારમાં ઊભી થઈને બહાર દોડી બૂમાબૂમ કરી દીધી હતી. જેના કારણે આજુબાજુના લોકો દોડી આવતા ત્રણેય લૂંટારૂઓ ત્યાંથી ભાગી ગયા હતા. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ અંગે ફરિયાદીની અડાજણ પોલીસે અરજી લઈ તપાસ શરૂ કરી છે


પાલિકાના કર્મચારીઓ બની કર્યો લૂંટનો પ્રયાસ…

બપોર ના સમયે એક ઘરમાં પાલિકાના કર્મચારી ના ડ્રેસ પહેરી ને આવ્યા હતા કેટલાક ઈસમો…

ઘરમાં આવી મહિલાના ગળા પર ચપ્પુ મૂકી લૂંટ નો પ્રયાસ કરવામાં આવ્યો હતો…

આખી ઘટના સીસીટીવી માં થઈ કેદ…

ફરિયાફી દ્વારા આ બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે શરૂ કરી તપાસ..

સુરત શહેરુ જનો માટે ચેતવા રૂપ કિસ્સો…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હાથ ધરાઇ

ગેરરીતિ બદલ દુકાનદારો પાસેથી કુલ રૂ. ૩૯૩૭૧/- જેટલી રકમનો દંડ વસુલ કરાયો એબીએનએસ,…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

અમદાવાદમાંથી ગેરકાયદેસર સોનુ અને મોંઘી ઘડિયાળો સહિત આશરે 100 કરોડથી વધુ મુદ્દામાલ જપ્ત કરતી ATS અને DRI

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના પાલડી વિસ્તારમાંથી ગેરકાયદેસર ૮૭.૯૨૦ કિલો Gold…

1 of 90

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *