પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.
તા.૦૪/૦૪/૨૦૨૫ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળેલ કે, સુરત શહેર,ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવી ઉપયોગ કરવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ઇર્શાદ ઉર્ફે પિન્ટુ સરકાર સત્તારભાઇ શેખ રહે.જુની માણેક વાડી, ખાન સાહેબ એપાર્ટમેન્ટ સામે, ફેશન સર્કલ રોડ, ભાવનગરવાળા હાલ-દિવાનપરા રોડ,ગોરી ફળીયાના નાકા પાસે શરીરે સફેદ કલરનું ટીશર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરી ઉભેલ છે.જે બાતમી આધારે એલ.સી.બી સ્ટાફના માણસો તપાસ કરતા નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેની ઉંડાણપુર્વક પુછપરછ કરતા ગુન્હામાં પકડવાના બાકી હોવાનું જણાવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. આ અંગે સુરત શહેર,ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરેલ છે.
નાસતાં-ફરતાં આરોપીઃ-ઇર્શાદ ઉર્ફે પિન્ટુ સરકાર સત્તારભાઇ શેખ ઉ.વ.૩૮ રહે. જુની માણેકવાડી, સાજણભાઇ વશરામભાઇ ભરવાડના મકાન સામે, ભાવનગર
પકડવાના બાકી ગુન્હાની વિગત:-સુરત શહેર, ઇચ્છાપોર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૩૫૩/૨૦૨૪ ઇ.પી.કો કલમઃ-૪૨૦, ૪૬૫,૪૬૭, ૪૬૮,૪૭૧,૧૨૦ બી, ૧૧૪ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, માનદિપસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઇ પંડયા