સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા છેલ્લા કેટલાક સમયથી સુરત ગ્રામ્યના ઓલપાડ, માંગરોળ ,બારડોલી તાલુકામાં જીઇબીના વાયરમાં રહેલા એલ્યુમિનિયમની ચોરી કરનાર ચોર ટોળકીની ધરપકડ કરી.એક હજાર કિલો ગ્રામ થી પણ વધુની ચોરી કરી ગ્રામ્યમાં 50 થી વધુ ગુનાઓ નોંધાયા હતા. ક્રાઈમ બ્રાન્ચએ ચાર આરોપીઓની ધરપકડ કરી ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યો હતો.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતના ગ્રામ્ય વિસ્તારમાં તથા અજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં જીઇબીની જે ચાલુ લાઈનો હતી.તેને તોડી અને ચોરીના અસંખ્ય બનાવ સામે આવ્યા હતા. જેમાં આ ચોર ટોળકીએ ઓલપાડ,માંગરોળ,બારડોલી જેવા ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા ગુનાઓ કરેલ હોય.આવી ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચને મળતા પીએસઆઈ બી.એમ. રાઠોડ અને એમની ટીમને એક્ટિવેટ કરેલ હતી.એને લઈને ફર્સ્ટ અને ચોક્કસ હકીકત મળેલ હતી કે એક ડાલા ટેમ્પો છે એની અંદર એલ્યુમિનિયમના વાયરો ભરી વલક ફોર્ડવાળ રોડ ઉપર આવના છે તેની ચોક્કસ બાતમીના આધારે ટેમ્પોએ રોકી ટેમ્પો માંથી એક હજાર કિલો ગ્રામથી વધુના એલ્યુમિનિયમના વાયર મળી આવ્યા હતા.
આરોપી નારાયણ કુમાવત ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી.અને ગ્રામ્ય વિસ્તારમાં 50 જેટલા ગુનાઓ કરવાની કબુલાત કરી હતી. એમ.ઓ.આ રીતની છે કે આ નારાયણ કુમાવત રાજસ્થાનથી ચાર પાંચ માણસો લઈ પોતાના પાસે જે swift ફોર વ્હીલર ગાડી હતી તેમાં દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રેકી કરી રાત્રે દરમિયાન ટેમ્પો લઈ જે જગ્યાઓ પરથી વાયોરો ચોરવાના જતા હતા.તે જગ્યાએ ચાલુ વીજ વાયર ની ઉપર દોડાવાડે લંગર નાખી બંને વાયારને જોડી દેતા હતા જેથી શોર્ટ સર્કિટ કરી વીજ પુરવઠો બંધ થઈ જતો હતો.ત્યાર બાદ એલ્યુમિનિયમ ની ચોરી કરી લેતા હતા.આમ સુરત ગ્રામ્યમાં ઘણા બધા ગુનાઓ ડિટેક્ટ થયા હતા.આ ગુનામાં ચાર આરોપીઓને અટકાયત કરી. ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યું છે..
સુરત ગ્રામ્યમાં છેલ્લા કેટલાક સમયથી જીઇબીના વાયરમાં રહેલા એલ્યુમિનિયમની ચોરી કરવામાં આવી હતી..
સુરતના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ઓલપાડ માંગરોળ બારડોલી અસંખ્ય એલ્યુમિનિયમ ની ચોરી ની ફરિયાદ મળી રહી હતી.
એક હજાર કિલો ગ્રામથી પણ વધુ ની ચોરી કરવામાં આવી હતી.
ગ્રામ્ય માં 50 જેટલા ગુનાઓ નોંધાયા છે..
ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીઓની ટોળકીની ધરપકડ કરી ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યો છે..