પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,સુરત શહેર,કાપોદ્રા પો.સ્ટે. ગુ.ર.નં.૩૪૧૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમઃ-૩૦૨ વિગેરે મુજબના ગુન્હાના કામે વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપી રઘુભાઇ ઉર્ફે રઘુ બુલેટ હકાભાઇ તળાજા તાલુકાના શોભાવડ ગામે હાજર હોવાની માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબના ફર્લો રજા ઉપરથી છેલ્લાં દોઢ વર્ષથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડી તેને સુરત,લાજપૈાર મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ.
પકડાયેલ કાચા કામના કેદી રઘુભાઇ ઉર્ફે રઘુ બુલેટ હકાભાઇ માલકીયા રહે.૨૪૭,યોગીધારા, કિર્તીનગરની બાજુમાં,ઉત્રાણ, સુરત મુળ-જુનુવદર તા.ગઢડા જી.બોટાદ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અશોકભાઇ ડાભી,મહેન્દ્દસિંહ સરવૈયા,ભદ્દેશભાઇ પંડયા,પ્રજ્ઞેશભાઇ પંડયા