Crime

મુંબઈથી લકઝરીયસ કારમાં કોકેઇન ડ્રગ્સ લઈ રાંદેરમાં ઈસ્માઈલ ગુર્જરને ડીલીવરી કરવા આવેલા મુંબઈના દંપતીને સુરત SOGની ટીમે રવિવારે સવારે સુરત-કડોદરા નિયોલ ચેક પોસ્ટ પાસેથી પકડી પાડયા છે. પોલીસે ચેકિંગ કરી મહિલાના પર્સ અને પતિના પેન્ટના ખિસ્સામાંથી 39 ગ્રામ 100 મિ.લી કોકેઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત 39.10 લાખ છે. દક્ષિણ ગુજરાતમાં આટલી મોટી માત્રામાં કોકેઇન પહેલીવાર સુરત પકડાયું છે.

 

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

આરોપી ઇબ્રાહીમ હુસૈન ઓડીયા અને તેની બીજી પત્ની તન્વીર ઇબ્રાહીમ ઓડીયા બન્ને પાસેથી 5 મોબાઇલ, 2.12 લાખની રોકડ અને 10 લાખની ફોચ્ર્યુનર ગાડી મળી 51.68 લાખની મતા કબજે કરાઈ છે. પોલીસને શંકા ન જાય તે માટે લકઝરીયસ કારમાં આવતા હતા.અગાઉ ઈસ્માઇલના ઘરે 2થી 3 વખત એમડી ડ્રગ્સ અને કોકેઈનની ડિલિવરી થઈ છે. ઈબ્રાહીમને કોકેઇન મુંબઈમાં નાઝજીરીયન ડેન્હીલએ આપ્યું હતું. ડેન્હીલ આફ્રિકન દેશોમાંથી ચોરી છુપીથી લાવી મુંબઈમાં મોટા પેડલરોને સપ્લાય કરતા હતા. ઈસ્માઈલ હાલમાં વોન્ટેડ છે. તેની સામે સુરતમાં હત્યાની કોશિશનો ગુનો પણ નોંધાયેલો છે.મુંબઈના ઇબ્રાહીમ ઓડીયાને એમડી,કોકેઈનની લત લાગી હતી. જો કે, સારા રૂપિયા મળતા વેચાણ પણ શરૂ કર્યું હતું. કોકેઇનનો નશો મોટેભાગે મોટા ઘરના નબીરાઓ જ કરતા હોવાથી મોં માગી કિમત મળે છે. આ ડ્રગ્સને ગુટખામાં, ઇન્જેક્શન અને નાકથી સ્નોટ કરી લેતા હોય છે. ઈસ્મા‌ઇલ ઉપરાંત અન્ય સુરતના 3 પેડલરોને તે સપ્લાય કરતો હોવાની આશંકા છે. એસઓજીને 1 કિલો કોકેઈનની બાતમી મળી હતી. જો કે રસ્તામાં કોઈને સપ્લાય કરાયાની આશંકા છે. પોલીસે કોલ ડિટેઇલ્સને આધારે તપાસ કરશે.


કોકેઈન સાથે મુંબઈનું દંપતી ઝડપાયું

મુંબઈથી SUVમાં 39 લાખનું કોકેઇન રાંદેરમાં આપવા આવેલું દંપતી ઝડપાયું

મુંબઈના નાઇજિરિયને આપેલું ડ્રગ્સ રાંદેરમાં ઈસ્માઈલ ગુર્જરને આપવાના હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *