પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.એ.વાળા,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
ભાવનગર,એલ.સી.બી.ના પોલીસ કોન્સ.એજાજખાન પઠાણને અગાઉ બાતમી મળેલ કે,મનોજ પરશોત્તમભાઇ ગુપ્તા રહે.પ્લોટ નંબર-૧૦૪૧/એ/૧,શિવ કૃપા,વિરભદ્દ અખાડાની સામે,આંબાવાડી,ભાવનગરવાળા વાળા તેનાં કબ્જા-ભોગવટાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં આર્થિક લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે.જે બાતમી અંગે તા.૧૮/૦૨/૨૦૨૪નાં રોજ ખાતરી કરાવતાં ઉપરોકત જગ્યાએ જુગાર ચાલુ હોવાનું જણાય આવેલ.જેથી આ રહેણાંક મકાને રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
આરોપીઓઃ-
1. મનોજભાઇ પુરૂષોત્તમદાસ ગુપ્તા ઉ.વ.૫૯ ધંધો-વેપાર રહે.પ્લોટ નંબર-૧૦૪૧/ એ/૧,’’શિવ કૃપા’’, વિરભદ્દ અખાડા ની સામે,આંબાવાડી,ભાવનગર
2. શૈલેષભાઇ શશીકાંતભાઇ વાઘાણી ઉ.વ.૫૩ ધંધો-પ્રાયવેટ નોકરી રહે.પ્લોટ નંબર-૪૨,કૃષ્ણ સોસાયટી,સરદારનગર,ભાવનગર
3. યશ કેતનભાઇ માવાણી ઉ.વ.૨૭ ધંધો-પ્રાયવેટ નોકરી રહે.પ્લોટ નંબર-૩૨/૨, માનસ શાંતિ પ્રાઇમ,એરપોર્ટ રોડ, ભાવનગર
4. અંકિત ચંદુભાઇ ગુંદીગરા ઉ.વ.૩૧ ધંધો-વેપાર રહે.પ્લોટ નંબર-૧૦૩૩/ આઇ, ’’બંસરી’’, વિરભદ્દ અખાડાની સામે, આંબાવાડી, ભાવનગર
5. વિજયભાઇ બાબુભાઇ વેગડ ઉ.વ.૩૯ ધંધો- પ્રાયવેટ નોકરી રહે.પ્લોટ નંબર-૧૫૪૩/બી,સ્વાશ્રય સોસાયટી,સુભાષનગર,ભાવનગર
6. જીજ્ઞેશભાઇ કાંતિલાલ અંધારીયા ઉ.વ.૫૪ ધંધો-વેપાર રહે.પ્લોટ નંબર-૮૭,ક્રિષ્ના ટાઉનશીપ,એરપોર્ટ રોડ,સુભાષનગર,ભાવનગર
7. મયુરભાઇ અરવિંદભાઇ રાવળ ઉ.વ.૩૪ ધંધો- પ્રાયવેટ નોકરી રહે.રૂવાપરી મંદિર ડેલામાં,ભાવનગર હાલ-ફલેટ નંબર-પી-૫૦૭,પાંચમા માળે,મુખ્યમંત્રી આવાસ યોજના,સુભાષનગર,ભાવનગર
8. કેયુર પ્રકાશભાઇ દાણી ઉ.વ.૩૦ ધંધો- પ્રાયવેટ નોકરી રહે.ફલેટ નંબર-જી-૦૩,પ્લોટ નંબર-૧૦૩૨,શાંતિકમલ,વિરભદ્દ અખાડાની સામે,આંબાવાડી,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલ ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/-,રોકડ રૂ.૫૨,૮૦૦/-,મોબાઇલ ફોન-૦૮ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-,ચાદર કિ.રૂ.૦૦/-, લાઇટ બિલ-૧ કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૧,૫૨,૮૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ,એજાજખાન પઠાણ,જયદિપસિંહ રઘુભા,રાજેન્દ્દભાઇ બરબસીયા,અનિલભાઇ સોલંકી,વુમન પો.કો.જાગૃતિબેન કુંચાલા