કુલ રૂ. 26 હજાર ઉપરાંતની તલવારો કબ્જે લીધી
અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પાસે જાહેરમાં કલોલ ગાંધીનગરથી તલવાર વેચવા આવેલા 6 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 89 તલવારો કિંમત રૂ.26,700નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ. વી. યુ. ગડરિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.આર.કસાડા તેમજ સ્ટાફના સભ્ય હાઇવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
તે સમયે ટોલ પ્લાઝા પાસે છુટા છવાયા કેટલા ઈસમો લોકોને તલવાર બતાવીને વેચાણ કરી રહ્યા હતા. તેવી બાતમીના આધારે ટીમે સર્ચ શરુ કરતા ટોલ પ્લાઝા પાસે જાહેરમાં જાહેરનામાનો ભંગ કરી હથિયારોનું જાહેરમાં પ્રદર્શન કરી વેચાણ કરતા 6 ઈસમોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 26,700ની 89 તલાવર જપ્ત કરી હતી. જેમાં ગાંધીનગર કાલોલના સુખદેવ રમેશ લુહાર, કિમ રતન લુહાર, ઘનશ્યામ આત્મારામ મારવાડી, દેવાનંદ ઉર્ફે દેવો ભાનુ લુહાર, આકાશ સમરત લુહાર અને ભોલેનાથ ઉર્ફે ભોલો આત્મારામ મારવાડીની જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી વધુ પુછપરછ આરંભી હતી.
ભાવેશ મુલાણી, ભરૂચ.