bhavnagarBreaking NewsCrimeGujarat

ફેબ્રીકેશનના સાધનોની થયેલ ચોરીના કિ.રૂ.૧૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૦૮/૦૮/૨૦૨૪ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં સરકારી વાહનમાં વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન કેવલભાઇ સાંગા પો.કોન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાઓને બાતમી મળેલ કે, ભાવનગર, ઘોઘા સર્કલ, કબ્રસ્તાન ની દિવાલ પાસે,ગાર્ડન નર્સરી પાછળના ભાગે એક આછા વાદળી કલરનું ટી શર્ટ તથા ગ્રે કલરનું જીન્સ પહેરેલ પુરુષ વેલ્ડીંગ કરવાનું મશીન અને લોખંડના સળીયા કાપવાના ઇલેકટ્રીક મશીન સાથે ઉભેલ છે. જે તેણે કયાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે. જે અંગે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ પાસેથી નીચે મુજબના ફેબ્રીકેશનના કામમાં ઉપયોગી સાધનો મળી આવતાં તેની પુછપરછ કરતાં તે અંગે ફર્યું- ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહિ હોવાથી આ સાધનો શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

આ માણસની તેની પાસેથી મળી આવેલ સાધનો બાબતે પુછપરછ કરતાં ’’આજથી દસેક દિવસ પહેલાં પોતાના શેઠ પ્રકાશભાઇ મકવાણાએ ફાયરની પાઇપ લાઇનનું કામ ચાલુ હોવાથી વેલ્ડીંગ મશીન, લોખંડના સળીયા કાપવાનું ઇલેકટ્રીક મશીન, ડ્રીલ મશીન, ચેઇન કપ્પો વિગેરે સામાન ઘોઘાસર્કલ પાસે આવેલ કોમ્પલેકસમાં રાખેલ. તે સામાન વહેલી સવારના પાંચેક વાગ્યે જઇને ચોરી કરી લીધેલ હોવાની કબુલાત કરેલ.’’ જેથી તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ માણસઃ-રાહુલ ઘનશ્યામભાઇ પરમાર ઉ.વ.૩૨ રહે.જીતેશ સાઉન્ડની બાજુમાં,પરમાર ફળી, કરચલીયા પરા, ભાવનગર

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-
1. EXTRA POWER લખેલ લાલ કલરની પ્લાસ્ટીક બેગમાં પાના અને કી સાથેનું EXTRA POWER લખેલ ડ્રીલ મશીન કિ.રૂ.૩,૦૦૦/-
2. DONG CHENG MADE IN CHINA લખેલ સળીયા કાપવાનું મશીન કિ.રૂ.૫,૦૦૦/-
3. પીળા કલરનું KORE ARC લખેલ વેલ્ડીંગ મશીન કિ.રૂ.૫,૦૦૦/-
4. લાલ કલરનું POWER 1 TON લખેલ ચેઇન પુલીંગ મશીન કિ.રૂ.૨,૦૦૦/-મળી કુલ રૂ.૧૫,૦૦૦/-નો મુદ્દામાલ

શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-ઘોઘા રોડ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૨૪૪/૨૦૨૪ B.N.S.ની કલમઃ-૩૦૫, ૩૩૧(૩), ૩૩૧ (૪) મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા વગેરે જોડાયાં હતાં

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને એક કરોડના અનુદાનનો ચેક અર્પણ કરતા વિસામણભાઈ આહીર

ઉમરાળાના ટીંબી ગામની સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ને એક કરોડનુ અનુદાન…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 388

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *