Crime

વડોદરા પપેર લીક મામલે એટીએસ દ્વારા 30 પરિક્ષાર્થીઓની ધરપકડ કરાઈ

અમદાવાદ: વડોદરા ખાતે ખૂબ ચર્ચિત થયેલ જુનિયર ક્લાર્કના પપેર લીક કાંડ મામલે ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરતા આ પપેર ખરીદ કરતા 30 જેટલા પરિક્ષાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં જુનિયર ક્લાર્કના પપેર લીક મામલે જોરદાર ગરમાવો જોવા મળ્યો હતો અને સરકારના કડક વલણ અને આદેશને જોતા આ આખા કાંડનો એકપછી એક પર્દાફાશ થવા લાગ્યો અને ગુજરાત એટીએસ દ્વારા તપાસનો દોર ઊંડાણપૂર્વક ચલાવવામાં આવ્યો ત્યારે આ કાંડના ભાગરૂપે પપેર ખરીદનાર 30 જેટલા પરિક્ષાર્થીઓને એટીએસ દ્વારા ઝડપી લેવાયા છેજેમાં મોટાભાગના મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, અરવલ્લીના હોવાનું જોવા મળ્યું છે.

જેમના સામે એટીએસ દ્વારા કલમ 406, 409, 420 અને 120 બી હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ 30 પરિક્ષાર્થીઓની ધરપકડમાં 7 યુવતીઓ પણ હોવાનું સામે આવ્યું છે. આ પપેર લીક કાંડમાં એક પછી એક વિવિધ આરોપીઓના નામ સામે આવતા કાર્યવાહી તેજ કરવામાં આવી હતી જેમાં આ પરિક્ષાર્થીઓ દ્વારા એજન્ટ ભાસ્કર ચૌધરી પાસેથી 10 થી 15 લાખમાં પપેર ખરીદવાનું સામે આવ્યું છે. જુનિયર કલાર્ક પરીક્ષાના કોલ લેટર, કોરા ચેક, અસલ સર્ટિફિકેટ તથા અન્ય ટેક્નિકલ પુરાવાના કારણે ગુજરાત એટીએસ દ્વારા આ પરિક્ષાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ ડીવાયએસપી એસ એલ ચૌધરી દ્વારા આ કાંડ ને લઈ વધુ જાણકારી આપવામાં આવી હતી.

શું હતી આ પપેર લીક કાંડની માહિતી: પેપર લીક કેસના મુખ્ય આરોપી પ્રદીપ નાયકે ૨૯/૦૧/૨૦૨૨ નારોજ લેવાનાર જુનીયર કલાર્કની પરીક્ષાનું પેપર મુળ ઓડીશાના જીત નાયક ઉર્ફે શ્રધાકર લુહા તે હૈદરાબાદ ખાતેની કે.એલ. હાઇ-ટેક પ્રેસ કે જ્યાં તે નોકરી કરી રહેલ છે ત્યાંથી પૈસાની લાલચમાં લાવી આપેલ.

જેને બાદમાં પ્રદીપ દ્વારા ઓડીશા ખાતે ક્લાસીસ ચલાવતા તેના એક મિત્ર સરોજનો સંપર્ક કરેલ જેણે આ પેપર તેના સાગરીતો નામે મોરારી, કમલેશ, ફિરોઝ, સર્વેશ, મિન્ટુકુમાર, પ્રભાત તથા મુકેશકુમાર, તમામ રહે બિહારનાઓ દ્વારા ગુજરાતમાં વેચાણ કરવા સારૂની ચેનલ ગોઠવી આપેલ જે આધારે મિન્ટુકુમાર દ્વારા વડોદરા ખાતેની પાથવે એજ્યુકેશન સર્વિસના  એમ.ડી. તથા વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજી નામની કોમ્પ્યુટર પરીક્ષા સેન્ટર ચલાવતા મુળ રહેવાસી બિહારના ભાસ્કર ગુલાબચંદ ચૌધરી હાલ રહે.

વડોદરા તથા અમદાવાદ ખાતે દિશા એજ્યુકેશન ના એમ.ડી. કેતનભાઇ બળદેવભાઇ બારોટ રહે. વડોદરાનાઓનો સંપર્ક કરેલ. જે અંગે ભાસ્કર તથા કેતન દ્વારા આ બાબતે તૈયારી દર્શાવતા ઉપરોક્ત તમામ આરોપીઓ ઓડીશા તથા બિહાર ખાતેથી વડોદરા આવવા રવાના થયેલ તથા મુળ ઓડીશા અને હાલ સુરતમાં રહેતા નરેશ મોહન્તી નાઓને પણ આ સારૂ સાથે લીધેલ.

દરમ્યાન ભાસ્કર તથા કેતન દ્વારા તેઓના ગુજરાત ખાતેના અન્ય એજન્ટો નામે હાર્દિક શર્મા, પ્રણવ શર્મા, અનિકેત ભટ્ટ તથા રાજ બારોટ નાઓને પણ વડોદરા ખાતે બોલાવી લીધેલ. ઉપરોક્ત તમામ આરોપીઓ વડોદરા ખાતેની ભાસ્કર ચૌધરીની સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફીસ ઉપર ભેગા થયેલ.

જ્યાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા રેઇડ કરવામાં આવેલ જેમાં ૧૫ આરોપીઓને લીક થયેલ પેપર સાથે પકડી પાડેલ તથા તપાસ દરમ્યાન પેપર લીકના અન્ય ૪ આરોપીની ધરપકડ કરવામાં આવેલ.

તા.૨૯/૦૧/૨૦૨૨ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) વર્ગ-૩ની પરીક્ષાનું પેપર લીક કરનાર આંતર રાજ્ય ગેંગના કુલ ૧૯ જેટલા આરોપીઓ તથા એજેન્ટોની ધરપકડ કરવામાં આવેલ જેઓ ત્યાર બાદથી હાલ સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં છે.

આ પેપર લીક કેસના મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરીની વડોદરા ખાતેની સ્ટેકવાઇઝ ટેકનોલોજી ઓફીસ પર રેઈડ દરમ્યાન તેની ઓફીસ ખાતેથી તથા આ કેસમાં સંડોવાયેલ અન્ય આરોપી એજન્ટોના વાહનોમાંથી આ ધરપકડ કરેલ પરીક્ષાર્થીઓના, તા.૨૯ જાન્યુઆરીના રોજ લેવાનાર જુનીયર કલાર્કની પરીક્ષાના કોલલેટર, કોરા ચેક, અસલ સર્ટીફીકેટ તથા અન્ય દસ્તાવેજો મળી આવેલ.

આ ધરપકડ કરેલ પરીક્ષાર્થીઓની વધુ પુછ-પરછ કરતા પરીક્ષાર્થીઓને વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફીસ ખાતે જુનીયર કલાર્કની પરીક્ષાના આગળની રાત્રે જુનીયર કલાર્કની પરીક્ષામાં પુછાનાર પ્રશ્નોની વિગતો આપવામાં આવનાર હતી જેના બદલામાં તેઓ દ્વારા પેપરલીકના આરોપીઓને ૧૨ થી ૧૫ લાખ રૂપીયા આપવાના નક્કી કરવામાં આવેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *