Crime

રૂ.૬,૯૧,૯૯૪/-નાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનાં પાઉચ અને બોટલોનાં જથ્થા સહિત કુલ રૂ.૧૨,૦૮,૪૧૪/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. તથા શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડ તથા સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન  પોલીસ કોન્સ. ચંદ્દસિંહ વાળાને બાતમીરાહે હકિકત મળેલ કે, પ્રવિણ ઉર્ફે બાડો શામજીભાઇ રાઠોડ રહે.ઉત્તર કૃષ્ણનગર, દિપક ચોક પાસે,ભાવનગરવાળાએ તેનાં માણસો રવિ મકવાણા, ત્રિભોવન પરમાર અને સોહિલખાન બ્લોચ રહે. ત્રણેય ભાવનગર વાળાઓને ભુરા કલરનાં આયશર કંપનીનાં ટેમ્પો રજી.નંબર-GJ-07-Y 5595માં પાછળનાં ભાગે બનાવેલ ચોર ખાનામાં બહારનાં રાજયમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ધોલેરા તરફનાં રોડથી આવીને ભાવનગર શહેર તરફ પસાર થવાનાં છે.

જે માહિતી આધારે ભાવનગર- અમદાવાદ હાઇ-વે ઉપર આવેલ તુલશી હોટલ સામે રોડ ઉપર વોચમાં રહેતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં ભારતીય બનાવટનાં ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ ઇંગ્લીશ દારૂ સહિતનાં મુદ્દામાલ સાથે મળી આવેલ. તેઓ વિરૂધ્ધ વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઃ-
1. રવિભાઇ ઘનશ્યામભાઇ મકવાણા ઉ.વ.૨૩ રહે.વણકરવાસ, ઇન્દિરાનગર, માર્કેટીંગ યાર્ડ પાછળ, ચિત્રા, ભાવનગર
2. ત્રિભોવનભાઇ નાનજીભાઇ પરમાર ઉ.વ.૩૩ રહે.વણકરવાસ, ઇન્દિરાનગર,માર્કેટીંગ યાર્ડ પાછળ,ચિત્રા,ભાવનગર
3. સોહિલખાન સાદિકખાન રીંડ ઉ.વ.૨૨ રહે.જેતુનબેન નાં મકાનમાં ભાડેથી,નવી મસ્જીદ પાસે,આખલોલ જકાતનાકા, ભાવનગર મુળ-બુઢણા, તા.શિહોર જી.ભાવનગર
4. પ્રવિણ ઉર્ફે બાડો શામજીભાઇ રાઠોડ રહે.ઉત્તર કૃષ્ણનગર, દિપક ચોક પાસે,ભાવનગર (પકડવાનાં બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રોયલ કલાસીક વ્હીસ્કી કંપની સીલપેક ૧૮૦ ML પાઉચ નંગ-૪૩૨૦ ભરેલ  પેટી-૯૦ કિ.રૂ.૩,૬૨,૮૮૦/-
2. વ્હાઇટ લેસ વોડકા કાચની કંપની સીલપેક ૧૮૦ ML કાચની બોટલ નંગ-૩૩૯૭ ભરેલ પેટી-૭૯ કિ.રૂ.૨,૯૫,૫૩૯/-
3. રોયલ કલાસીક વ્હીસ્કી કાચની કંપની સીલપેક ૧૮૦ ML બોટલ નંગ-૩૯૫ ભરેલ પેટી-૭૯ કિ.રૂ.૩૩,૫૭૫/-
4. આયશર કંપનીનો ટેમ્પો રજી.નંબર- GJ-07-Y 5595 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
5. અલગ-અલગ કંપનીનાં મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧૦,૫૦૦/-, આધાર કાર્ડ-૦૩, આર.સી.બુક, રોકડ રૂ.૫,૯૨૦/-મળી કુલ કિ.રૂ.૧૨,૦૮,૪૧૪/-નો મુદ્દામાલ*

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,  પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર. સરવૈયા તથા સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ ગોહિલ, ભહિપાલસિંહ ચુડાસમા, ચંદ્દસિંહ વાળા,  રવિરાજસિંહ ગોહિલ, હસમુખભાઇ પરમાર, ઇમ્તિયાજખાન પઠાણ તથા જગદિશસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 84

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *